તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:11.4 ડિગ્રી સાથે સતત ચોથા દિવસે 14 કિ.મી.ની ઝડપે હીમ પવન ફૂંકાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • આજથી ઠંડીની તીવ્રતામાં થશે ઘટાડો
 • ભાવનગરમાં બપોરે તાપમાન 24.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 47 ટકા થઇ ગયું

ભાવનગર શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી સતત ચાર દિવસથી 14 કિ.મીની ઝડપથી પવનો ફૂંકાઇ રહ્યા છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ જમ્મુ અને કાશ્મીર ઉપર બની છે. જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં એક-બે દિવસ કોલ્ડવેવ કંડીશન રહેશે. જો કે ભાવનગર પંથકમાં આવતી કાલ તા.31 ડિસેમ્બરથી ઠંડીની જોર ઘટવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ભાવનગર શહેરમાં 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન નોંધાયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે આજે નજીવું વધીને 24.1 ડિગ્રી સેન્ટીગ્રેડ ગઇ ગયું હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 10.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે વધીને 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જો કે શહેરમાં હજી શીતલહેરનો પ્રકોપ યથાવત છે. લોકોને બહાર નિકળતા પહેલા ગરમ વસ્રો પહેરવા પડે છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 39 ટકા રહ્યું હતુ જે આજે વધીને 47 ટકા થઇ ગયું હતુ. હવાની ગતિ પણ 14 કિ.મી. પ્રતિ કલાકની રહેતા આખો દિવસ ઠાર અનુભવાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શીતલહેરની શરૂઆત થઈ છે અને મંગળવારે ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં શીતલહેર તેની પરાકાષ્ઠાએ પહોંચી હતી ભારે ઠંડી પડી રહી છે. હવે ગુરૂવારથી ઠંડીની તીવ્રતામાં ઘટાડો થશે અને તાપમાન વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો