તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • For The First Time, The Police Will Catch The Drunkard Without Sniffing On December 31. There Will Be No Private Parties In Bungalows, Plots, Farm Houses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસનું આગોતરૂ આયોજન:પહેલીવાર જ 31 ડિસેમ્બરનાં મોઢુ સુંઘ્યા વગર પોલીસ દારૂડીયાને પકડી પાડશે, બંગલા, પ્લોટ, ફાર્મ હાઉસમાં ખાનગી પાર્ટીઓ નહીં થાય

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર પોલીસ એકશન મોડમાં
  • ભાવનગર પોલીસે બનાવ્યો એકશન પ્લાન, મહિલા પોલીસ સાદા વેશમાં રહી રોમીયોને રંગે હાથ પકડશે
  • કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી લોકોની ભીડ એકઠી ન થાય કે અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી માટે 700 પોલીસ તૈનાત

થર્ટી ફર્સ્ટ અનુસંધાને અને હાલની કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને રાખીને કોરોના સંક્રમણ ઓછુ ફેલાય અને 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં લોકો બેદરકાર ન રહે તેમજ ભીડ એકઠી ન થાય અને કોઇ અનીચ્છનીય બનાવ બનવા ન પામે તે સારૂ ભાવનગર રેન્જ ડીઆઇજીપી અશોક કુમાર યાદવ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર દ્વારા એકશન પ્લાન બનાવવામા આવ્યો છે.

જે સંદર્ભે 31 ડિસેમ્બરને ધ્યાને રાખીને એ.એસ.પી-2, ડી.વાય.એસ.પી.-4,પી.આઇ.-10, પી.એસ.આઇ.-35 મળી 700 થી વધારે પોલીસ કર્મચારીઓ ઉપરાંત પોલીસ નું મહિલા યુનિટ તથા ટ્રાફિક પોલીસ તેમજ બોમ્બ ડીસ્પોઝલ સ્કોડ વિશેષ રૂપે આ એકશન પ્લાનમાં જોડાનાર છે.

ભાવનગર શહેર-જીલ્લામાં આવેલ હોટલો, ગેસ્ટ હાઉસો, મુસાફરખાના ઉપર ખાસ નજર રાખવામા આવશે. તથા જયા 31 ડિસેમ્બરની પાર્ટીઓ થવાની સંભાવનાઓ છે. તેવા સ્થળો ઉપરાંત જીલ્લામાં આવેલા ખાનગી રિસોર્ટ અને ફાર્મ હાઉસ ઉપર પણ કડક ચેકીંગ હાથ ધરાશે. કયાય પણ ભીડ ભેગી ન થાય કે સોશીયલ ડીસ્ટન્સનો ભંગ ન થાય તેની પુરતી કાળજી પોલીસ દ્વારા રાખવામા આવશે. પોલીસ દ્વારા જુદી-જુદી ટીમો બનાવી કોઇ પણ સંજોગોમા કોરોના કાળમાં લોકો એકઠા થઇ અને 31 ડિસેમ્બર ની ઉજવણી ન કરે તે માટે પુરતી તૈયારી કરવામા આવી છે.

ભાવનગર શહેરમાં 31મીની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પણ સખ્ત રીતે પાલન થાય તે માટે આયોજન ઘડાઈ રહ્યું છે. ભાવનગર શહેરમાં ક્યાંક ટોળા ભેગા ન થાય કે સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાય તેવી સ્થિતિ ન ઉદ્દભવે તે માટે તંત્ર સાબદુ રહેશે. ભાવનગર અને આસપાસ આવેલા ફાર્મહાઉસો તેમજ હોટલો, રેસ્ટોરન્ટ, ગેસ્ટહાઉસ સહિતના સ્થળોએ ચેકીંગ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

બુટલેગીંગની પ્રવૃતિ પર પોલીસની બાજ નજર
પોલીસના એકશન પ્લાનના ભાગ રૂપે બુટલેગીંગની પ્રવૃતી કરવા ઇસમો ઉપર ખાસ વોચ ગોઠવી તેઓ ઉપર વધુમાં વધુ રેઇડો કરવામાં આવશે. તેમજ લોકો કેફીપીણું પી ઉજવણી ન કરે તે સારૂ વિશેષ તકેદારી રાખવામાં આવશે. વિવીધ જગ્યાઓએ ચેક પોસ્ટો અને પોઇન્ટો ગોઠવી સતત ચેકીંગ રાખી વિદેશી દારુની હેરફેર કે કેફી પીણું પી નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામા આવશે. મહિલા યુનિટ દ્વારા ખાનગી રીતે ખાસ જગ્યાઅોઅે ખાનગી રાહે વોચ રાખી રોમીયો ગીરી ન થાય તેની પણ વીશેષ કાળજી રાખવામાં આવશે.

ભેગા થઈ ઉજવણી ન કરતા : પોલીસની અપીલ
ભાવનગર જીલ્લા પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે. કે 31 ડિસેમ્બરની ઉજવણી માટે હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી એકઠા ન થવું તેમજ ભેગા મળી કોઇ પાર્ટી કે ઉજવણી ન કરવી. કોઇ જગ્યાએ લોકો ભેગા થયેલ કે ટોળા વળી ઉજવણી કરતા લોકો જોવામા આવે તો ભાવનગર જીલ્લા પોલીસ કન્ટ્રોલ રુમના ફોન નંબર 0278-2520250 તથા 027802520350 અથવા 100 નંબર ઉપર જાણ કરવા અનુરોધ છે. > અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ ડીઆઇજીપી > જયપાલસિંહ રાઠોર એસ.પી., ભાવનગર

પોલીસે બે દિ’માં 60 લીસ્ટેટ બુટલેગરોને ચેક કર્યા
31 ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન ભાવનગર પોલીસ દ્વારા તા. 28/12 થી કડક ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમા ખાસ કરીને લીસ્ટેટ બુટલેગરો ની ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. જેમા છેલ્લા બે દિવસમાં પોલીસે 60 જેટલા બુટલેગરોની ચેકીંગ કાર્યવાહી હાથ ધરી અને તેઓને હીલચાલ પર સતત નજર રાખવામા આવી રહી છે.તદ ઉપરાંત વરતેજ, ઘોઘા રોડ સહીતમાં આવેલા ફાર્મ હાઉસો ઉપર તેમજ શહેર-જીલ્લાની હોટલો અને ગેસ્ટ હાઉસો મળી 100 સ્થળો ઉપર ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. અને હજુ પણ કાર્યવાહી શરૂ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો