• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • For The First Time Since Becoming The Union Home Minister, Amit Shah Visited Hanuman Maharaj In Salangpur, Bowed To His Grandfather And Received The Blessings Of The Saints.

દર્શનાથે:કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ સાળંગપુરમાં હનુમાન મહારાજના દર્શનાથે પહોચ્યાં, દાદાને શીશ ઝુકાવી સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરદોશી ભરતકામ અને મોરપિંછ ડિઝાઈનના સાથે ઈમિટેશન ડાયમંડ જડેલા વાઘા અને મુગટ અર્પણ કર્યા
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ધજા ચડાવી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ સાળંગપુરવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોંચ્યાં હતા. અમિત શાહે હનુમાનજી મહારાજના દર્શન કરી-શીશ ઝુકાવી ધજા ચઢાવીને સંતોના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા.

સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે ઉદ્ઘાટન સમારોહમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બોટાદમાં આવેલા વિશ્વ વિખ્યાત સાળંગપુર મુકામે અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ વખત દર્શનાથે પોહચ્યાં હતા.

અમિત શાહે હનુમાન દાદાના દર્શન કર્યા

સાળંગપુર મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન-પૂજન કર્યા બાદ શીશ ઝુકાવી જરદોશી ભરતકામ અને મોરપિંછ ડિઝાઈનના સાથે ઈમિટેશન ડાયમંડ જડેલા વાઘા અને મુગટ અર્પણ કર્યા હતા. તેમજ હનુમાન દાદાને ધજા ચઢાવવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું

રાજકિય મહેમાનો, અધિકારીઓ સાથે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન-પૂજન દરમિયાન અત્રેના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી તથા વડતાલ .સ્વા.મંદિરના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, શુકદેવપ્રસાદદાસજી સ્વામી તથા ડૉ.સંતવલ્લભદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી તથા સંતમંડળ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંતોએ આશીર્વાદ તેમજ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત ફુલહાર તથા દાદાની મૂર્તિમંત પ્રતિમાં અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...