વેધર:સિઝનમાં પ્રથમ વખત રાત્રે ઠંડીનો પારો ઘટીને 18.6 ડિગ્રી થઇ ગયો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બપોરના સમયે તાપમાન ઘટીને 31.7 ડિગ્રી થયુ
  • ભાવનગરમાં ઠંડા પવનની ઝડપ વધીને 14 કિલોમીટર થતા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો

ઉત્તર પૂર્વના પવનોનું જોર વધતા ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે. અઠવાડિયામાં પારો 2 ડિગ્રી સુધી ગગડી શકે છે. ગુરૂવારે લઘુત્તમ તાપમાન ઘટીને આ શિયાળાના આરંભની સિઝનમાં સૌ પ્રથમ વખત 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ઉત્તર દિશાથી 14 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાના શરૂ થયા છે. જેથી રાત્રે અને મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આવતીકાલથી હજુ ઠંડીનું જોર વધશે. અઠવાડિયામાં ઠંડીનો પારો 17 ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે ઘટીને 31.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે ઘટીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 33 ટકા હતુ તે આજે વધીને 37 ટકા થઇ ગયું હતુ. જ્યારે સવારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા રહ્યું હતુ. શહેરમાં સવારમાં પવનની ઝડપ 6 કિલોમીટર હતી તે સાંજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...