રાહત:ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો, શહેરમાં હવે 1 લીટર પેટ્રોલનો ભાવ 96.84 તથા ડીઝલનો ભાવ 90.84 નોંધાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે તેમજ રાજ્ય સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી
  • પેટ્રોલમાં રૂપિયા 12 અને ડિઝલમાં રૂપિયા 17નો ઘટાડો થતા લોકોને દિવાળીમાં રાહત મળી

દેશમાં છેલ્લા ત્રણેક માસથી સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવને લઈ ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇંધણ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતા પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરતા લોકોને ઘણી રાહત થઈ છે.

ભાવનગરના ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલમાં રૂપિયા 12 અને ડિઝલમાં રૂપિયા 17નો ઐતિહાસિક ઘટોડો થયો છે. જિલ્લામાં હવે 1 લિટર પેટ્રોલનો ભાવ 96.84 જ્યારે એક લિટર ડિઝલનો ભાવ 90.84 રૂપિયા થયો છે. દિવાળીના દિવસથી જ ઘટાડેલા ઇંધણોના ભાવો લાગું કરી દેવામાં આવ્યાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી હોય તેમ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ગઈ કાલે તારીખ 3 ઓક્ટોબરના રોજ પેટ્રોલનો ભાવ 108.85 રૂપિયા હતો એમાં રૂપિયા 12 નો ઘટાડો થતાં હવે પેટ્રોલ રૂપિયા 96.84 પ્રતિલીટર અને ડીઝલનો ગઈ કાલનો ભાવ રૂપિયા 107.92 હતો. જેમાં રૂપિયા 17નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી ડીઝલ રૂપિયા 90.84 પ્રતિ લીટરે વેચાણ થશે. આમ છેલ્લા ત્રણ માસથી સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં બ્રેક મારી સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટી ઘટાડી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવામાં આવતા લોકોને રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...