તંત્રનો સપાટો:ભાવનગર ડિવિઝનના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ ટ્રેનમાંથી એક જ દિવસે 267 ખુદાબક્ષ મુસાફરો જબ્બે

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસનસોલ ટ્રેનના મુસાફરો પાસેથી 2.09 લાખ દંડ વસુલાયો

ભાવનગર રેલવે ડિવિઝનના ઇતિહાસમાં સૌપ્રથમ વખતે એક જ ટ્રેનમાં એક જ દિવસે ખુદાબક્ષ મુસાફરોનો જથ્થો પકડી પાડવામાં તંત્રને સફળતા હાથ લાગી છે.

દિવાળી અને છઠના તહેવાર વચ્ચે ટ્રેનોના ધસારાને ધ્યાનમાં રાખીને ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલના નિર્દેશો અનુસાર ભાવનગર ડિવિઝનમાં ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ટર્મિનસ પર ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ સ્પેશિયલમાં મંગળવારે ટિકિટ ચેકિંગ દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા 267 મુસાફરોની ઓળખ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દંડ અને ભાડા તરીકે એક જ દિવસમાં એક જ ટ્રેનમાંથી 2,09,160/- વસૂલવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો આ રેકોર્ડ છે. કોઇપણ ટ્રેનમાં ટિકિટ વિનાના મુસાફરો ચેકિંગ દરમિયાન મળી આવે છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ટિકિટ વિનાના મુસાફરો મળી આવતા હવે અન્ય ટ્રેનોમાં પણ ઘનિષ્ઠતાથી ચેકિંગ કરાશે.

ભાવ.રેલવે ડિવિઝનમાં 267 મુસાફરો એક જ ટ્રેનમાં એક જ દિવસે ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હોય તેવો આ પ્રથમ બનાવ છે. ભાવનગર-આસનસોલ સ્પેશિયલમાં મંગળવારે ટિકિટ ચેકિંગ દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા 267 મુસાફરોની ઓળખ કરાઈ હતી. અને તેમની પાસેથી દંડ અને ભાડા તરીકે એક જ દિવસમાં એક જ ટ્રેનમાંથી રૂ. 2,09,160/- વસૂલવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...