તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:શહેરમાં પ્રથમવાર મગજના ફુગ્ગાની કોઇલિંગથી સારવાર

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • હવે જો લકવાનો દર્દી છ કલાકની અંદર હોસ્પિટલ પહોંચી જાય તો લકવો થતો પણ અટકાવી શકાશે

ભાવનગરમાં મેરુ નર્સિંગ હોમ ખાતે એક 45 વર્ષની મહિલા બેભાન અવસ્થામાં પહોંચે છે. ઘરેથી એક ઊલ્ટી થયા બાદ તરત જ હોશ ગુમાવી બેસેલા દર્દીની કઠિન સારવાર કરવામાં આવી. મોટાભાગે મગજની નળી પર ફુગ્ગો થઈ જવાની સ્થિતિમાં આવું થતું હોય છે. તેમના મગજ પરના ફુગ્ગાને કોઇલ વડે બંધ કરીને ચેકા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ભાવનગર ની કોઈ હોસ્પિટલમાં મગજમાં બનેલ ફુગ્ગા નું કોઇલિંગ કરીને સારવાર કરવામાં આવ્યાનો આ પ્રથમ કિસ્સો છે.

ડૉ. વિઠ્ઠલ રંગનાથન , ડૉ.દિનેશ શાહ અને ટીમ દ્વારા સફળ ઓપરેશન બાદ દર્દી સ્વસ્થ થઈને ઘરે ગયા હતા. આ મહિલા દર્દીને આજથી 15 દિવસ પહેલા જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે સૌથી અઘરી બાબત તેમને ભાનમાં લાવવાની હતી. કારણકે આ પરિસ્થતિ માં તરત ઓપરેશન કરવું જોખમથી ભરેલું હોય છે. મહિલા દર્દીને કોઈલીંગ ઓફ પોષચીરિયર સર્ક્યુલેશન એન્યુરિઝમ નામની તકલીફ હતી. આવા કેસમાં ડી.એસ. એ કરવામાં આવે છે. (ડી.એસ. એ એટલે ડિજીટલ સબટ્રેકશન એન્જીયોગ્રાફી જેનો ઉપયોગ મગજમાં રહેલ રક્તવાહિનીઓ નાં રક્તપ્રવાહ માં થયેલ મુશ્કેલીઓ જાણવા માટે થાય છે. ) અત્યાર સુધીમાં ડી.એસ. એ નો ઉપયોગ ભાવનગરમાં ફક્ત નિદાન માટે થયેલ છે.

આ કેસમાં પગમાં પંચર પાડીને નળી મગજ સુધી લઈ જવામાં આવી અને ત્યાં દવા નાખીને રિયલ ટાઈમ માં ઈમેજ જોવામાં આવે છે. ત્યારબાદ મગજમાં જે ફુગ્ગો હોય તેને કોઇલ વડે બંધ કરવામાં આવ્યો હતો જેથી તે ભવિષ્યમાં ન ફાટી જાય. આ સમયે ઓપરેશન કોઈપણ પ્રકારના ચેકા વગર કરાયું છે.

ચેકા વાળા ઓપરેશન કરતા ઘણું ઓછું જોખમી
હવે પછી ભાવનગર માં જો લકવા નો દર્દી 6 કલાક ની અંદર હોસ્પિટલ આવી જાય તો લોહી નો ભરાવો દૂર કરીને લકવો થતો પણ રોકી શકાય છે. જે લોકોને વારંવાર લકવો થતો હોય તેમની મગજની નળીમાં સ્ટેન્ડ નાખી શકાય છે જેથી ભવિષ્યમાં લકવો ન થાય. ઉપરાંત હેમરેજ નાં કિસ્સાઓમાં પણ કોઇલ મૂકીને બંધ કરી શકાય છે. કોઇલીંગ નું ઓપરેશન 4 થી 4.5 લાખમાં થતું હોય છે. અત્યાર સુધી ઓપરેશન માટે અમદાવાદ કે મુંબઈ જવું પડતું. > ડો.વિઠ્ઠલ રંગનાથન, ન્યુરોસર્જન

એન્યુરિઝમ એટલે શું ?
ધમની કે રક્તવાહિની તેની દીવાલમાં ખામી સર્જવાના લીધે મોટી થઈ જાય તેને એન્યુરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એન્યુરિઝમ અમુક કિસ્સાઓમાં જાનલેવા સાબિત થાય છે. મગજનાં ફુગ્ગા પરના ઓપરેશન બે રીતે કરી શકાય છે. જેમાં ચેકો પાડવાનું અને નળી વાળા ઓપરેશન જેવી રીત શામેલ છે. ચેકા વાળા ઓપરેશન નો ખર્ચ દોઢ લાખ જેટલો થાય છે. જેમાં મગજનાં ફુગ્ગા નાં ભાગે ક્લિપ બેસાડી દેવાય જેથી ફુગ્ગો ન ફૂટે. નળી વાળા ઓપરેશન વધારે સારું પડે છે કારણકે તેમાં મહિલાઓએ માથાનાં તમામ વાળ ઉતરાવવા પડતાં નથી. ચેકો ન પડેલ હોવાથી ટાંકામાં પાણી ભરાવું કે ઇન્ફેક્શન થવાની શકયતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો