તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના કેસમાં વધારો:જુલાઇમાં પ્રથમ વખત એક દી’માં 5 કેસ, રસીકરણમાં 17.06 ટકાનો ઘટાડો

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગત સપ્તાહે કુલ 28,132 રસીકરણ થયેલા તે આ સપ્તાહે ઘટીને 23,332 થયા
  • શહેરમાં પ્રથમ ડોઝના રસીકરણમાં 56.28 ટકા લોકોને આવરી લેવાયા

કોરોનાની બીજી લહેર ભાવનગર શહેરમાં શમી ગયાની સ્થિતિ હતી ત્યાં આજે આ જુલાઇ માસમાં પ્રથમ વખત એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ એક પણ નવો કેસ નોંધાયો નથી તે રાહતરૂપ બાબત છે. બીજી રસીકરણ માટે લોકોમાં તો જાગૃતિ વધી છે પણ તંત્ર દ્વારા પૂરતો સ્ટોક ન ફાળવાતા રસીકરણનો લક્ષ્યાંક પણ સિદ્ધ થઇ શકતો નથી. આ સપ્તાહે કુલ 23,332 લોકોને રસીકરણ કરાયું તો અગાઉના સપ્તાહમાં કુલ 28,132 લોકોને રસીકરણ કરાયું હતુ. આમ કેસમાં વધારા સાથે આ સપ્તાહે રસીકરણમાં શહેરમાં 17.06 ટકાનો ઘટાડો થયો છે.

ભાવનગર શહેરમાં આજે 24 કલાકમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જુલાઇ માસમાં પ્રથમ વખત પાંચ કેસ શહેરમાં નોંધાયા છે. આજે શહેરમાં ચાર પુરૂષ અને 1 મહિલા દર્દી સાથે કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક મહિલા દર્દી કોરોનામુક્ત થયા હતા.

આજ સુધીમાં ભાવનગર શહેરમાં કોરોના પોઝિટવના કુલ 13,997 કેસ નોંધાયા છે અને તેની સામે 13,827 દર્દીઓ કોરોનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 98.79 ટકા થઇ ગયો છે. શહેરમાં આજ સુધીમાં 160 દર્દીના સરકારી ચોપડે મોત થયા છે. તેમજ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. સાથે એક પણ દર્દી કોરોનામુક્ત પણ થયો નથી.

ભાવનગર શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ એક્ટિવ દર્દી 4 હોય સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા 14 થઇ ગઇ છે. દરમિયાનમાં ભાવનગર શહેરમાં રસીકરણમાં કુલ લક્ષ્યાંક 4,54,826નો છે અને તેની સામે પ્રથમ ડોઝ 2,55,958 લોકોેને આપી દેવાતા 56.28 ટકા લોકો રસીથી સુરક્ષિત થયા છે.

ભાવનગરમાં રોજ રસીકરણમાં 686નો ઘટાડો
ગત સપ્તાહે ભાવનગર શહેરમાં કુલ 28,132 લોકોને કોરોના રસીકરણ કરાયું હતુ એટલે કે રોજની સરેરાશ 4019 લોકોની આવી હતી જ્યારે આ સપ્તાહે શહેરમાં કુલ 23,332 લોકોને કોરોના રસીકરણ કરાયું હતુ એટલે કે રોજની સરેરાશ 3333 લોકોની આવી હતી. એટલે કે રોજ રસીકરણમાં 686નો ઘટાડો થયો છે.

આ સપ્તાહે રસીકરણ

તારીખરસીકરણ
4 જુલાઇ1710
3 જુલાઇ6364
2 જુલાઇ3083
1 જુલાઇ3363
30 જૂન3737
29 જૂન1966
28 જૂન3109
કુલ23,332

ગત સપ્તાહે રસીકરણ

તારીખરસીકરણ
27 જૂન3039
26 જૂન4736
25 જૂન4010
24 જૂન3566
23 જૂન5119
22 જૂન4894
21 જૂન2768
કુલ28,132

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...