તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિસર્ચ:ભારતમાં સૌ પ્રથમવાર ભાવનગરની મહિલા દ્વારા માછલીઓનો વીગન ખોરાક બનાવાયો

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ખોરાકનાં ઉપયોગથી માછલીના રંગ, પોષણ અને વર્તન પર સારી અસરો
  • ધી આલ્ગીમિસ્ટ ગ્રુપ દ્વારા 500 કિલોથી વધુ અકવેરિયમ ફિશ ફીડનું વેચાણ

દુનિયામાં ઘણા લોકોને ઘરે માછલીઘર રાખવાનો શોખ હોય છે. માછલીઓને આપવામાં આવતું અકવેરિયમ ફિશ ફીડ એટલેકે ખોરાક મોટાભાગે નોન વેજ. સોર્સ માંથી મેળવવામાં આવે છે. ભાવનગર માં ધી આલ્ગીમિસ્ટ ગ્રુપ દ્વારા ભારત માં સૌ પ્રથમ વાર માઇક્રોઆલ્ગી માંથી માછલીઓ માટે વીગન ખોરાક બનાવવામાં આવ્યો છે.

જેમાં માઇક્રોઆલ્ગી માંથી માછલી ની તમામ પ્રકારની પોષકતત્વો ની જરૂરિયાત ને પૂર્ણ કરતો ખોરાક બનાવવામાં આવ્યો છે. હાલમાં ભારત માં મોટાભાગે ચીનની કંપનીઓ દ્વારા બનાવતો ફિશ ફીડ ઉપયોગમાં લેવામાં આવે છે. આ રિસર્ચ દ્વારા ભારતનાં જ એક સ્મોલ બિઝનેસ દ્વારા માઇક્રોઆલ્ગીનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો છે.

ધી આલ્ગીમિસ્ટ ગ્રુપ નાં ડૉ. ખુશ્બુ ભાયાણી, અપૂર્વ ભાયાણી અને કંજવી ભાયાણી દ્વારા લોકડાઉ ન નાં સમયગાળા માં જ માછલીઓ નાં ખોરાક અંગે વિચારવામાં આવ્યું હતું. ત્યારબાદ 5 મહિનાથી વધુ સમયગાળા સુધી આ વિષય પર વાંચન અને બનાવટ નો નકશો તૈયાર કરવામાં આવ્યો. સૌ પ્રથમ ખોરાક ની બનાવટ મે મહિનામાં કરીને મિત્રો અને સંબંધીઓને આપવામાં પણ આવ્યું. અત્યાર સુધીમાં તેઓ 500 કિલો માછલીનાં ખોરાક નું વેચાણ કરી ચૂક્યા છે.

અત્યારે તેઓ ફક્ત એક નાની જગ્યા પર વસ્તુઓ લાવીને ખોરાક બનાવે છે. હવે ધીરે ધીરે સારા પરિણામોના આ ખોરાકની અમરેલી, રાજકોટ અને ભાવનગર માં માંગ હવે ખૂબ વધી છે. તાજેતર માં તેઓએ એક સ્મોલ બિઝનેસ તરીકે ઓળખાણ પણ મેળવી છે. આ ફિશ ફીડનાં 100 ગ્રામનાં પેકેટની કિંમત 150 રૂપિયાની છે. આ ફિશ ફીડ દરેક માછલીને આપી શકાય છે અને તેના લીધે માછલીનાં વિકાસ, વર્તન, રંગ અને રોગપ્રતિકારકશક્તિ પર ખૂબ હકારાત્મક અસરો પડે છે.

સ્પીરૂલીનાનાં ઉપયોગથી ભવિષ્યમાં ફૂડ ઇન્ડસ્ટ્રીની તકો ઉજળી
સ્પીરુલીના એક બ્લ્યુ - ગ્રીન માઇક્રોઆલ્ગી નો પ્રકાર છે. જેનો કુપોષણ થી લઈને અવકાશમાં જતા લોકોના ખોરાક સુધીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ માઇક્રોઆલ્ગી માં 50 થી 70 ટકા સુધી પ્રોટીન, 8 ટકા ફેટ, 24 ટકા કાર્બોહાઈડ્રેટ , એન્ટી ઓક્સિડન્ટ અને પાણી પણ જોવા મળે છે. ઓછી જગ્યા અને પાણી નાં ઉપયોગથી આ આલ્ગી ઉગાડવી શક્ય છે. ભવિષ્ય માં ભારત નાં લોકોની ફૂડ ની અને પોષકતત્વો ની જરૂરિયાત માટે આનો સુપર ફુડ તરીકે ઉપયોગ કરી શકાય છે.

બીજા પ્રાણીઓ માટે પણ ખોરાક બનાવશું
હું છેલ્લા 9 વરસથી માઇક્રોબાયોલોજી ફિલ્ડ માં કામ કરી રહી છું. મારા ઘરે પણ માછલીઘર હતું અને બહારથી માછલીઓ માટે ખોરાક લાવવો પડતો હતો. ત્યારબાદ ઘણું રિસર્ચ કર્યા પછી એક માઇક્રોઆલ્ગી નાં ઉપયોગથી અંદર ફેટ, ઓઇલ અને બીજા મિનરલ નો ઉમેરો કરીને મેં માછલી માટેનો ખોરાક તૈયાર કર્યો હતો. આ ખોરાક મિત્રો અને સંબંધીઓને આપ્યા બાદ તેનો પ્રતિસાદ ખૂબ સારો મળ્યો છે. માછલી નાં વર્તન અને રંગ માં પણ સારી અસરો દેખાઈ છે. આગળ જતાં મારે આ ઉદ્યોગ માં મહિલાઓને પણ રોજગારી મળે તેવા પ્રયત્નો કરવા છે. ભવિષ્યમાં માઇક્રોઆલ્ગીનો ઉપયોગ કરીને બીજા પ્રાણીઓ માટે પણ ખોરાક બનાવી શકાય છે.> ડો.ખુશ્બુ ભાયાણી, માઇક્રોબાયોલોજીસ્ટ

અન્ય સમાચારો પણ છે...