તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરચર્યા પૂર્ણ:ભાવનગરમાં ઈતિહાસમાં પ્રથમવાર ભાવિકો વગર રથયાત્રા યોજવામા આવી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસનાં ચુસ્ત પહેરા વચ્ચે જગતપતિ "જગન્નાથજી" નગરચર્યા પૂર્ણ કરી

ભાવનગરમાં આજે ઐતિહાસિક કહી શકાય તેવી ભાવિકો વગરની રથયાત્રાનું આયોજન કરાયું હતું. જે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.ભગવાનેશ્વર મંદિર સુભાષનગર ખાતે જગન્નાથજી રથયાત્રાની મંત્રી વિભાવરીબેન, સાંસદ ભારતીબેન, ધારાસભ્ય જીતુભાઇ, મેયર કિર્તીબેન, પૂર્વ સાંસદ રાજુભાઇ, મહારાજા વિજયરાજસિંહજી, સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પહીંદવીદી, આરતી બાદ સવારે 8: 30 કલાકે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ જગ્યાએ રોકણ કર્યા વગર નોન સ્ટોપ બપોરે 12:45 કલાકે નિજ મંદિર ખાતે પરત ફરી હતી.

દેશની ત્રીજા ક્રમની અને ગુજરાત રાજ્ય ની બીજાં નંબરની ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં છેલ્લા 36 વર્ષથી યોજવામાં આવે છે સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત આ રથયાત્રાની ભાવનગરના ભક્તોને આતુરતા પૂર્વક રાહ હોય છે પરંતુ ગત વર્ષે વ્યાપક બનેલી "કોરોના" ની મહામારી ને કારણે રથયાત્રા યોજાઈ શકી ન હતી પરંતુ તાજેતરમાં કોરોનાની બીજી લહેર કાબુમાં આવતા રાજ્ય સરકારે અમદાવાદ અને ભાવનગર માં રથયાત્રા યોજવા માટે મંજૂરી આપી હતી પરંતુ ચોક્કસ શરતો આધારે જેમાં ભાવનગરમાં રથયાત્રાના સાડાસત્તર કિલોમીટરનો રૂટ માત્ર પાંચ કલાકના સમયમાં પૂર્ણ કરવાનો અને નિજમંદિર થી પ્રસ્થાન થયેલ રથ ને રૂટપર કોઈ પણ જગ્યાએ અટકાવ્યા વિના અવિરતપણે ખેંચી બપોરે એક વાગ્યાની અવધિમાં નિજમંદિરમા પુનઃ લાવવાની શરત સરકારે રાખી હતી.

લોખંડી બંદોબસ્ત વચ્ચે રથયાત્રાને સુરક્ષા પૂરી પાડી
આ ઉપરાંત રૂટ પર કોઈપણ જગ્યાએ રથનું સ્વાગત-દર્શન માટે પણ મનાઈ ફરમાવી હતી ગણતરીના સભ્યોની સંખ્યામાં યોજાયેલ રથયાત્રાને લોખંડી સુરક્ષા પૂરી પાડવા 3300 પોલીસ જવાનો સુરક્ષા ગાર્ડનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રાના પ્રારંભે કહાર-ભોઈ સમાજના ભાઈઓ દ્વારા પરંપરાગત રીતે ખેંચાતા રથને રૂટપર જરૂર જણાયે યાંત્રિક વાહનથી ચલાવવામાં પણ આવ્યો હતો પોલીસ વિભાગના વાહનો ઉપરાંત રથ સાથે અન્ય પાંચ વાહનોનો કાફલો સાથે હતો રથ પહેલાં એક વાહનમાં લાઈવ ટેલીકાસ્ટ કરતી ટીમ સૌથી આગળ ચાલી રહી હતી સવારે શરૂ થયેલ રથયાત્રાની પ્રારંભમાં સ્પિડ ધીમી હતી પરંતુ ત્યારબાદ પુરાવેગ સાથે રથયાત્રા આગળ ધપી હતી.

દરવર્ષે 14 કલાકની રથયાત્રા આ વર્ષે માત્ર 4.5 કલાકમાં પૂર્ણ
સામાન્યતઃ સવારે નિજમંદિરમા થી પ્રસ્થાન થયેલી રથયાત્રા 14 કલાક જેવો સમય પસાર કરી રાત્રે 10 વાગ્યા આસપાસ નિજમંદિરમા પહોંચે છે પરંતુ આ વર્ષે બપોરે 12:45 કલાક આસપાસ રથયાત્રા સાડાસત્તર કિલોમીટર નું અંતર કાપી નિજમંદિરમા પરત ફરી હતી.

ભગવાન જગન્નાથજીના રૂબરૂ દર્શન ન થતાં શ્રધ્ધાળુઓમાં નિરાશા
આ રથયાત્રા માં કોઈ જ આકર્ષણ આ વર્ષે રહ્યું ન હતું દર વર્ષે ફક્ત એકજ વાર નગરચર્યા માટે નિકળતા ભગવાન જગન્નાથજી ના રૂબરૂ દર્શન ન થતાં શ્રધ્ધાળુઓ માં નિરાશા જોવા મળી હતી તો બીજી તરફ નિયત સમય આસપાસ રથયાત્રા હેમખેમ પૂર્ણ થતાં પોલીસ, વહિવટી તંત્ર તથા રથયાત્રા આયોજન સમિતિ એ રાહતનો શ્વાસ લીધો હતો અને રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા એ સરકાર, વહિવટી તંત્ર, પોલીસ તથા જાહેર જનતાનો આભાર માન્યો હતો.

માનવમેદનીથી ભરચક એવા વિસ્તારોમાં સુમસાન જોવા મળ્યા
શહેરમાં દરવર્ષે જ્યારે પણ ભગવાન જગન્નાથજીનો રથ પસાર થાય એટલે લોકોએ જય રણછોડ માખણચોર, ભગવાન જગન્નાથનાં જયધોષનો નાદ કરતા હોય છે પરંતુ આ વર્ષે લોકો ને એન્ટ્રી ન હોવાને કારણે લોકોની ગુંજ સાંભળવા મળી ન હતી, જ્યાં એક સમયે માનવમેદનીથી ભરચક એવા વિસ્તારોમાં શિવાજી સર્કલ, ભરતનગર, નિલમબાગ સર્કલ, પાનવડી ચોક, જશોનાથ ચોક, ઘોઘા ગેઇટ, હલુરિયા ચોક, ક્રેસન્ટ સર્કલ, મહિલા કોલેજ રોડ સુમસાન જોવા મળ્યા હતા.

શ્રધ્ધાળુઓએ પોતાના ફ્લેટ, મકાનોમાંથી દર્શન કર્યા
​​​​​​​
શહેરના મુખ્ય માર્ગો પર ટેનામેન્ટ ધારકો, ફેલટ ધારકો રૂટપર મિલ્કત ધરાવતા શ્રધ્ધાળુઓ એ પોતાની માલિકીના એકમોમાં ઉભાં રહી જગતનાં નાથ જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અમુક ફેલટ ધારકો પોતાની અગાસીઓ પરથી દૂરથી ભગવાન જગન્નાથજીના રથના દર્શન કર્યા હતા.

ઠેરઠેર બેરીકેટ ગોઠવતા લોકોને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
​​​​​​​
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા માં સંભવિત કોરોનાની ત્રીજી લહેર ન આવે અને સંક્રમણ ન ફેલાય એ માટે ભીડ એકઠી થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને રૂટપર 144 ની કલમ લાગું કરવામાં આવી હતી તથા રવિવારે સાંજે જ પોલીસ જવાનોએ અમલવારી શરૂ કરવાનાં ભાગરૂપે ઠેરઠેર યાતાયાત અવરોધક બેરીકેટ ગોઠવી દેવામાં આવી હતી. આથી સવારે બેંક હોસ્પિટલ સહિતના અનિવાર્ય કાર્યો માટે નિકળેલા લોકોને સવાર સવારમાં પોલીસ જવાનો સાથે બોલાચાલી થઈ હતી.નિલમબાગ સર્કલ પાસે વન-વે જાહેર કરતાં એમ્બ્યુલન્સો તથા આપાતકાલીન સેવાઓ બાધિત થઈ હતી રાજ્ય ના વિવિધ શહેરોમાંથી બંદોબસ્ત જાળવવા આવેલાં સુરક્ષા જવાનોએ નિયમોનું "ઝડતા" પૂર્વક પાલન કરાવી લોકો સાથે અસભ્ય વર્તન કર્યા ની વ્યાપક બૂમ લોકો માં ઉઠવા પામી હતી.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું અભેદ્ય કવચ
દર વર્ષે રથયાત્રા જયારે શહેરના સંવેદનશીલ વિસ્તારો જેમાં બાર્ટનલાઈબ્રેરી, સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં થી રથ પસાર થાય ત્યારે પોલીસ જવાનોની ખરી પરીક્ષા થતી હોય છે આ વર્ષે પણ રથયાત્રા તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં હોવા છતાં પોલીસ અધિકારીઓ એ રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાં પહોંચતાની સાથે જ સુરક્ષા વ્યવસ્થા ઝડબેસલાક કરી હતી અને ભગવાન ના રથ સહિતના વાહનોને અભેદ્ય સુરક્ષા કવચ થી રક્ષિત કરી દેવામાં આવ્યું હતું પરંતુ ઝડભેર રથ પસાર થઈ જવા સાથે માહોલ શાંતિ પૂર્ણ રહેતા પોલીસને મન હાશકારો થયો હતો.

ભાવનગર શહેરમાં રથયાત્રાને લઈ 108 ની 7 ટીમ ખડેપગે તૈનાત
​​​​​​​
જિલ્લા વહીવટી તંત્ર ના સંકલન માં રહી ને રથયાત્રા માં અનિશનિય બનાવો ને પહોંચી વળવા માટે GVK EMRI ની સાત જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને કોઈ પરિસ્થિતિ મા ઘટના ને પહોંચી વળવા સાત એમ્બ્યુલન્સ સહિત 25 કર્મચારીઓ અને અધિકારીઓ સતત મોનીટરીંગ કરશે અને રથયાત્રા ની માર્ગે પર સતત પોલીસ વિભાગના સંપર્ક માં રહી ને કામગીરી કરશે.

પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
​​​​​​​
રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે 1 એસપી, 1 એએસપી, 16 ડીવાયએસપી, 40 પીઆઈ, 103 પીએસઆઇ, 1500 પોલીસ, 18 ઘોડેસવાર પોલીસ, 5 એસઆરપી કંપની, 1183 હોમગાર્ડ જવાન, 16 વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવી હતી, સાથે સાથે પોલીસના વાહનો જેમાં વ્રજ-વરુણ-ફાયર-એમ્બ્યુલન્સ તથા દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત ગોઠવાયો હતો, આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર સીસીટીવી કેમેરાથી તેમજ બે ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...