તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પી.જી.વી.સી.એલ સીટી 2 ડિવિઝન દ્વારા ફીડર નાં પ્રિ મોનસુન મેઈનટેનન્સ ની કામગીરી કરવાની હોવાથી તા.13 થી તા.16 મે દરમિયાન સવારે 6:30 થી લઈને 12:30 સુધી જે તે ફીડર અંતર્ગત આવતા વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ રહેશે. તા.13 મે નાં રોજ સંસ્કાર મંડળ અને રૂપાણી ફીડર બંધ રહેશે જેમાં રૂપાણી સર્કલ , જોગર્સ પાર્ક , ઘોઘા સર્કલ , આતાભાઇ ચોક, કેસરિયા હનુમાન રોડ અને લખુભા હોલ સહિતના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે ઉનાળા દરમિયાન આ વીજ કાપ લોકો માટે થોડોક તકલીફ દાયક રહેશે.
તા.14 મે નાં રોજ વાઘાવાડી ફીડર નાં કાળીયાબીડ , વાઘાવાડી રોડ , વિરાણી સર્કલ , અને શિવાજી સર્કલ ફીડર નાં ઘોઘા રોડ , નૂતન ભારતી સોસાયટી વગેરે વિસ્તાર વીજળી રહિત રહેશે. તા.15 મે નાં રોજ સમર્પણ ફીડર નાં સુભાષનગર , બેંક કોલોની , જ્ઞાનમંજરી ફીડર નાં ભાખલપર , સ્વામિનારાયણ નગર, મહાવીર નગર , હાદનગર ફીડર નાં મફતનગર , ગાયત્રીનગર , ગોપાલનગર , જી.આઇ.ડી.સી. અને નવયુગ ઇન્ડસ્ટ્રીયલ ફીડર તથા લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ ફીડર નાં તમામ જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક એકમો માં વીજ પ્રવાહ બંધ રહેશે. તા.16 મે નાં રોજ અમરપાર્ક ફીડર નાં ફુલસર ગામ અને કર્મચારી નગર સહિતના વિસ્તારો માં વીજ પુરવઠો બંધ રહેશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.