ઉઘરાણી:વ્યાજ માટે ભાઇએ ભાઇ પાસે કરી પઠાણી ઉઘરાણી

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તું ઘર વેચ, જમીન વેચ, ગમે તે કર, અમારા રૂપિયા દે
  • ધંધો શરૂ કરવા નાણા વ્યાજે લીધા હતા, નાણા ચુકવી નહીં શકતા મારી નાખવાની ધમકી આપી

ધંધો શરૂ કરવા કૌટુંબિક ભાઈ પાસેથી વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ભાઈઓ દ્વારા અવાર-નવાર પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સિહોર તાલુકાના મોટા સુરકા ગામે રહેતા હિંમતભાઈ કમાભાઈ જોટાણાએ સિહોર પોલીસ મથકમાં તેમના કૌટુંબિક ભાઈ નરેશ કમાભાઈ જોટાણા અને વિપુલ નાનુભાઈ જોટાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, બે વર્ષ પહેલા તેમણે ધંધો શરૂ કરવા માટે તેમના ઉક્ત કૌટુંબિક ભાઈ વિપુલ પાસેથી રૂ. 6,50,000 તથા નરેશ પાસેથી 4,00,000 વ્યાજે લીધાં હતા.

જે ધંધામાં ખોટ જતાં તેમનો ધંધો બંધ કરી દીધો હતો અને કોરોનાની સ્થિતિના લીધે તેમને કામ ધંધો પણ નહી મળતા તેમની આર્થિક સ્થિતિ નબળી પડી હતી. જેથી ઉક્ત પૈસા તેમના ભાઈઓને ચુકવી નહી શકતા તેઓ દબાણ કરી ધાકધમકી આપી ઉઘરાણી કરવા લાગ્યા હતા. ગત તા. 9/11ના રોજ તેઓ સિહોરથી મોટા સુરકા જતાં હતા.

ત્યારે ઉક્ત બંન્નેએ બસ સ્ટેન્ડ પાસે મળ્યા અને અપશબ્દો કહી ઉઘરાણી કરી બંન્ને કહેવા લાગ્યા કે, તું તારું મકાન વહેચીને કે તારી જમીન વહેચીને ગમે તેમ કરીને અમારા રૂપિયા દે, જે બાદ ગત 20/11ના રોજ પણ તેમણે ઉઘરાણી કરી ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સિહોર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...