સેવાકીય પ્રવૃતિ:મોરારિબાપુ દ્વારા કેરળના પુર પીડિતો માટે રૂા. 1.25 લાખની સહાય કરાઈ

મહુવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અસરગ્રસ્તો માટે રાજ્યપાલ સમક્ષ સંવેદના
  • પૂ઼.બાપુએ અસરગ્રસ્તો માટે સંવેદના વ્યકત કરી પરિવારને સાંત્વના પાઠવી

કેરળમાં ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન અને પુરની સ્થિતિ સર્જવા પામી છે. પુરની પરિસ્થિતિને કારણે 21 લોકોના મૃત્યુ પણ થયા છે અને અનેક લોકો હજુ લાપતા પણ છે આ સ્થિતીમાં પૂ.મોરારિબાપુ દ્વારા કેરળના પુર પીડિતો માટે એક લાખ પચીસ હજારની સહાય કરવામાં આવી છે. પૂજ્ય મોરારિબાપુએ ગઈકાલે કેરળના રાજ્યપાલ આરીફ મોહમદખાન સાથે ટેલીફોનીક વાતચીત કરી કેરળમા આવેલા પુરને લીધે ઉદ્દભવેલી સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.

પૂજ્ય બાપુએ અસરગ્રસ્ત લોકો માટે એમની સંવેદના રાજ્યપાલ સમક્ષ વ્યક્ત કરી હતી અને અતિ ભારે વરસાદને લીધે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને તત્કાલ સહાય મળે તે હેતુથી હનુમાનજીની સાંત્વના સ્વરૂપે ચિત્રકૂટધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખ પચીસ હજારની તત્કાલ સહાય મોકલવા જણાવેલ છે. આ રાશી કેરળ રાજ્યપાલના રીલીફ ફંડ એકાઉન્ટમા મોકલવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...