તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:RTEના બીજા રાઉન્ડમાં પ્રવેશ માટે તા. 6 સપ્ટેમ્બર રહેશે અંતિમ દિવસ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ સંજોગોમાં શાળા ફેરફાર થઇ શકશે નહી
  • ભાવનગર શહેરમાં 116 અને જિલ્લાની ખાનગી શાળાઓમાં ધો.1માં 79 બાળકોને પ્રવેશ અપાશે

રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ શૈક્ષણિક વર્ષ 2021-22ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રથમ તબક્કાના અંતે જે બાળકોની અરજી મંજૂર થયેલી હોય પણ પ્રવેશ મળ્યો ન હોય તેવા બાળકો માટે બીજા રાઉન્ડનું પરિણામ આજે જાહરે થયું છે જે મુજબ ભાવનગર શહેર કક્ષાએ 116 અને જિલ્લા કક્ષાએ 79 મળીને કુલ 195 બાળકોએ ફાળવાયેલી શાળામાં તા.6 સપ્ટેમ્બર સુધીમાં એડમિશન લઇ લેવાનું રહેશે. પ્રવેશ અપાયો હોય તેવા બાળકોના વાલીઓને તેમના નોંધાવેલા મોબાઇલ નંબર પર કચેરી દ્વારા એસએમએસ કરવામાં આવ્યો છે.

જો કોઇ કારણોસર મેસેજ ન મળે તો www.rte.orpgujarat.com પર જઇ અરજીની સ્થિતિ વિકલ્પ પસંદ કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરીને અરજીના અાધારે પ્રવેશ મળ્યો છે કે નહીં તેની જાણકારી મેળવી શકાશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે. જો પ્રવેશ મળ્યો હોય તો સાઇટ પરથી એડમિટ કાર્ડની પ્રિન્ટ મેળવી ફોર્મ ભરતા સમયે અપલોડ કરેલા આધારપુરાવાની અસર તથા તેનો એક સેટ સાથે લઇને તા.6 સપ્ટેમ્બર સુધીમાં ફાળવાયેલી શાળાઓમાં પહોંચી પ્રવેશ કન્ફર્મ કરાવી લેવાનો રહેશે.

અન્યથા પ્રવેશ રદ કરવામાં આવશે. વધુમાં જે બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેમને પસંદ કરેલી શાળાઓની યાદીમાંથી જ કોઇ પણ ક્રમની શાળા વેબસપોર્ટલમાંથી વડી કચેરીના માધ્યમથી ફાળવાઇ હોય તે શાળા ફેરફાર થઇ શકશે નહી. પ્રવેશ મેળવતી વખતે શાળામાં કોઇ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. હાલની કોરોનાની મહામારીને ધ્યાને લઇને રોગની ગાઇડલાઇનનુ઼ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

ભાવનગર શહેરની RTE સંલગ્ન તમામ 116 પ્રાથમિક શાળાઓના આચાર્યોને સૂચના અપાઇ છે કે શાળા દ્વારા RTE પોર્ટલ પર પોતાના લોગઇનમાં જઇને જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે તેમના મોબાઇલ નંબર પર સંપર્ક કરીને બીજા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે તે બાળકોને 6 સપ્ટેમ્બર સુધીમાં શાળામાં પ્રવેશ નિયત કરવાની કાર્યવાહી ઓનલાઇન RTE પોર્ટલ પર તેમજ શાળા કક્ષાએ અચૂક પૂર્ણ કરવા આદેશ કરાયો છે. કોઇ બાબતે મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 0278-2426629 પર સવારે 11થી સાંજના 6 વાગ્યા દરમિયાન સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...