દરોડો:ભાવનગર શહેરનાં બે સ્થળોએ ફુડ સેફ્ટી વિભાગે ચેકિંગ હાથ ધરી રૂ.7.50 લાખનો દંડ ફંટકાર્યો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા બે પેઢીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

ભાવનગર શહેરનાં બે સ્થળોએ ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશીક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલતા સદર નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા રૂ.7.50 લાખનો દંડ ફંટકાર્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં ફૂટ સેફટી ઓફિસરો દ્વારા સંયુક્ત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્પાદન કરનારા પેઢીઓ પરથી લેવાલયેલા નમૂનાઓમાં બે પેઢીઓ ઝપટે ચડી હતી. જે બંને પેઢીઓ પાસેથી 7.50 લાખનો દંડ વસૂલ્યો હતો.

ફુડ સેફટી ઓફિસરો દ્વારા સંયુક્ત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન વેચાણ સંગ્રહ કરનારા વેપારી પેઢીના એકમો પર દરોડા પાડી તેમની પાસેથી તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિતી નિયમો અન્વયેની શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશીક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલવામાં આવ્યાં હતા. જ્યા સદર નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફટી ઓફિસર દ્વારા અત્રેની એજ્યુડીકેટોલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસોની ધારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી અને વેપારી પેઢીનાં એકમોને દંડની સજા કરવામાં આવી છે.

બે પેઢીઓ ઝડપાઇ હતી. જેમાં ભાવનગર શહેરનાં દાણાપીઠ ખાતે આવેલી નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢી અને તળાજા તાલુકાનાં રોયલ ગામ ખાતે આવેલી મે.ગંગા મીલ્ક પ્રોડક્ટનો “Cow Ghee(Loose)”નાં સદર નમૂનામાં Foreign fat(Vegetable fat)નો સદર નમૂનો Misbranded Food જાહેર થયો છે. જેથી નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢીને રૂ.2.50 લાખ અને મે.ગંગા મીલ્ક પ્રોડક્ટને રૂ.5 લાખ મળી કુલ રૂ.7.50 લાખ દંડની રકમ ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...