મદદ માટે હાકલ:ઘોઘા ગામે થયેલી યુવાનની હત્યાને પગલે પરીવાર નોધારો બન્યો, સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકીદે આગળ આવી પરિવારની મદદ કરે તેવી અપીલ કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને તેના સગા કાકાએ મિલ્કત મામલે ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી
  • ગરીબ વયોવૃદ્ધ માવતરે કંધોતર ગુમાવ્યો તો બે માસુમોએ પિતાની છત્રછાયા ગુમાવી

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે તાજેતરમાં એક યુવાનને તેના સગા કાકાએ મિલ્કત મામલે ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. આ બનાવમાં પરીવારનું ભરણપોષણ કરતો એક માત્ર આધારસ્તંભ અકાળે છીનવાઈ જતાં ગરીબ પરીવાર ઓશીયાળો બન્યો છે. ત્યારે સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકીદે આગળ આવી આ પરિવારની મદદ કરે તેવી અપીલ કરવામાં આવી છે.

ઘોઘા ગામે રહેતો અને પશુપાલનનો વ્યવસાય કરી માતા-પિતા બે બાળકો તથા પત્ની મળી કુલ પાંચ વ્યક્તિઓનુ ભરણપોષણ-જીવન નિર્વાહ ચલાવતા યુવાન માર્શલ પટેલની તેનાં સગા કાકાએ મિલ્કત મામલે ચાલતા ઝઘડાને લઈને તાજેતરમાં ધારીયાના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવના ગણતરીના કલાકોમાં હત્યારો કાકો ઝડપાઈ ગયો હતો. પરંતુ હવે ખરી સમસ્યા એ ઉદ્દભવી છે કે મૃતક તેની પાછળ બે માસુમ સંતાનો પત્ની તથા વયોવૃદ્ધ માવતરને છોડી ગયો છે.

આ સમગ્ર પરીવારમાં માર્શલ એકમાત્ર વ્યક્તિ હતો કે જે પશુપાલન કરી આજીવિકા રળી પરીવારનુ ભરણપોષણ કરતો હતો. આ યુવાન કંધોતરનું અકાળે અવસાન થતાં પરીવાર પર પહાડ જેવું દુઃખ આવી પડ્યું છે અને આ વિકટ વેળાએ સાંત્વના સાથે હૂંફ-લાગણીની આવશ્યકતા આ અપહ્યત પરીવારને મળે એ માટે સેવાભાવીઓ તથા સમાજશ્રેષ્ઠીઓ તાકિદે આગળ આવે અને આ પરીવારના હમદર્દ બની મૃતકની પત્નીને પગભર થવા સાથે વયોવૃદ્ધ માવતરને દિલાસો પાઠવવા સાથે જરૂરિયાત મુજબ મદદ કરવા ઘોઘા ગામના અગ્રણીઓએ હાકલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...