તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:લોક વિજ્ઞાન કેન્દ્ર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • krcscbhavnagar.org પર નોંધણી
  • 10 થી 17 વર્ષના બાળકો માટે ‘નિરંતર જીવનનિર્વાહ માટે વિજ્ઞાન’ વિષય રહેશે

કેન્દ્ર સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને NCSTC નેટવર્ક દ્વારા દર વર્ષે 10 થી 17 વય જૂથના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ યોજાય છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું ભાવનગર માટે જિલ્લા કક્ષાનું સંકલન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રેરિત કરવા વર્ષ 2020 અને 2021માટે ‘નિરંતર જીવનનિર્વાહ માટે વિજ્ઞાન’ મુખ્ય વિષય પર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરાયું છે. જેમાં નિરંતર જીવનનિર્વાહ માટે ઇકો સિસ્ટમ, નિરંતર જીવનનિર્વાહ માટે યોગ્ય તકનીક, નિરંતર જીવનનિર્વાહ માટે સામાજિક નવીનતા, નિરંતર જીવનનિર્વાહ માટે ડિઝાઇન, વિકાસ અને મોડેલિંગ, નિરંતર જીવનનિર્વાહ માટે પરંપરાગત નોલેજ સિસ્ટમ (ટીકેએસ) જેવા પેટા વિષયો આધારિત સંશોધન કાર્ય થનાર છે.

આ માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરની વેબસાઇટ www.krcscbhavnagar.org / current events પર રજીસ્ટ્રેશન કરી શકાશે. સંશોધન કાર્ય કરવા અને પોતાનાં વિચારોને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા સુધી પહોચાડવા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવવા 8866570111 પર સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકાશે.

દર વર્ષે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિગમ વધે અને રૂચિ સાથે વિજ્ઞાનમાં ઊંડા ઉતરે તે હેતુથી રાષ્ટ્રિય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ ભાવનગરમાં આ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...