તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:કોર્પો.ની બેધારી નીતિ સામે FMCG એસો. રોષે ભરાયું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાબુ, પાવડર, ટુથપેસ્ટ, ચા, કોફી, ખાંડ, જેવી જીવન જરૂરિયાતની ચીજો વેચનારાને દંડ

રાજ્ય સરકાર દ્વારા જીવજરૂરિયાતને લગતી તમામ ચીજ વસ્તુઓનો વેપાર કરનાર વેપારીઓને પોતાની દુકાન ખુલ્લી રાખી લોકોને જીવજરૂરિયાત ચીજવસ્તુઓ પુરી પડવાની પરવાનગી આપી છે તેનો ઉલ્લેખ રાજ્ય સરકારના પરિપત્રમાં પણ હોવા છતાં ભાવનગર મ્યુ. કોર્પો.ના અધિકારીઓ પોતાની મનમાની કરી જીવનજરૂરિયાત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પર દંડનીય કાર્યવાહી કરી દુકાનને સીલ મારે છે.

આંબાચોક, મોટાફળિયા, નેશનલના લોજવાળા ડેલામાં સાબુ, પાવડર,ટુથપેસ્ટ,ચા, કોફી, ખાંડ, જેવી અનેક જીવનજરૂરિયાત વસ્તુનું વેચાળ કરતા વેપારીઓએ આ વસ્તુઓ વેચાણ કરી જાણે મોટા ગુનો કરતા હોય તેમ સમજી ભાવનગર મ્યુ. કોર્પો.ના અધિકારીઓ આવા વેપારીઓને દંડ ફટકારી દુકાનોને સીલ મારે છે.અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં આ મુજબ વેપાર કરતા વેપારીઓને દુકાન ખુલ્લી રાખી શકતા હોય તો ભાવનગરમાં કેમ નહિ ? ભાવનગર શહેરમાં ઓનલાઇન વેપાર કરતા જીઓ માર્ટ , ફ્લીપ કાર્ટ , એમેઝોનને પણ વેપાર કરવાની પરવાનગી આપવામાં આવી છે અને તેની સામે ભાવનગર મ્યુ. કોર્પો. ને વાંધો પણ નથી

અન્ય સમાચારો પણ છે...