તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ આડે અવરોધરૂપ:સરીતા શોપીંગની 33 દુકાનોને કારણે ફ્લાય ઓવર ખોરંભે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષથી ચાલે છે શોપિંગ સેન્ટરના બાંધકામની કાયદેસરતાનો વિવાદ
  • ભાવનગર-રાજકોટ રોડ પર 60 મીટર ડીપી રોડ પૈકીની જગ્યામાં છે સરીતા શોપિંગ સેન્ટર

ભાવનગર-રાજકોટ રોડ પર ફ્લાય ઓવરનું કામ શરૂ છે જેમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માટે રેલવેની જગ્યા ડાયવર્ઝન માટે આજીજી કરી માગતા કોર્પોરેશને રોડની જગ્યામાં જ ગેરકાયદેસર બાંધકામો દેખાતા ન હતા. ફ્લાય ઓવરનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરી દીધું પરંતુ વિકાસ આડેની અડચણો દેખાતી નથી. છેલ્લા ચાલીસથી પચાસ વર્ષ જુના સરીતા શોપિંગ સેન્ટરની કાયદેસરતાનો વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી. હજુ તો કોર્પોરેશન બાંધકામોના પુરાવા કબ્જેદારો પાસેથી મેળવે છે.

ભાવનગર રાજકોટ રોડ પર સરીતા સોસાયટીના નાકે આવેલી સરીતા શોપિંગ સેન્ટર ચાલીસ થી પચાસ વર્ષ જુનુ છે. અને અગાઉ પણ તેની કાયદેસરતાના પ્રશ્ન ઉભા થયા છે. ભાવનગર રાજકોટ રોડમાં મંજુર થયેલા 60 મીટર ડીપી રોડ પૈકીની જગ્યામાં સરીતા શોપિંગ સેન્ટર પણ આવે છે. ફ્લાયઓવરના કામમાં અડચણ બનતા સરીતા શોપિંગ સેન્ટરનો વારો આવ્યો છે. જો કબ્જેદાર દ્વારા મંજુર બાંધકામના પુરાવા સાબિત કરવામાં અસમર્થ રહેશે તો શોપિંગ સેન્ટર પર બુલડોઝર ફેરવવાની પણ કોર્પોરેશનની તૈયારી છે.

33 મિલ્કતધારકોને 260/1ની નોટિસ
ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા સરીતા શોપિંગ સેન્ટરના 33 મિલકતધારકોને 260/1ની નોટિસ આપી 7 દિવસમાં બાંધકામના પુરાવા રજુ કરવા જાણ કરવામાં આવી છે. > નિતેશ વઢવાણીયા, ટીડીઓ

કમિ. શર્મા બુલડોઝર માટે તૈયાર હતાં
સરીતા શોપિંગ સેન્ટર કોમન પ્લોટમાં બન્યાની ચર્ચા અને બાંધકામ મંજુર નહીં કરાયાના વિવાદો વચ્ચે કમિશનર તરીકે પ્રદિપ શર્મા હતા તત્કાલીન સમયે સરીતા શોપિંગ સેન્ટર પર બુલડોઝર ફેરવવાની સંપૂર્ણ તૈયારી થઈ ચુકી હતી. પરંતુ એન કેન પ્રકારે બુલડોઝર ના ફર્યુ અને શર્મા પર સરકારનું બુલડોઝર ફરી ગયું.

40 વર્ષ પૂર્વે રેક્વિજેશન રદ થઈ હતી
સરીતા શોપિંગ સેન્ટરના બાંધકામ બાદ તેની મંજુરી અન્યથા બાંધકામ હટાવવા અંદાજિત 40 વર્ષ પૂર્વે તેની રેક્વિજેશન બેઠક પણ બોલાવવાની હતી. પરંતુ રાજકીય હુંસાતુંસી અને તત્કાલિન સમયે રાજકીય ભલામણથી બનાવેલા શોપિંગ સેન્ટરના વિવાદમાં બેઠક રદ થયાનું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...