પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય લોકોને ઈલેક્ટ્રીકફાઈડ રેલવે ટ્રેકથી દુર પતંગ ઉડાડવા માટેની અપીલ કરવામાં આવી છે. લોકોને સાવધાન કરતા વેસ્ટન રેલવે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીકફાઈડ રેલવે ટ્રક નજીક પતંગ ઉડાડવી અત્યંત જોખમી છ.,
પાટાઓની પાસેની લોકો દ્વારા સૌથી વધારે પતંગ ચગાવે છે
આ અંગે વેસ્ટન રેલવેના અધિકારી માશૂક અહમદે જણાવ્યું હતું કે “ઉત્તરાયણ” તહેવારમાં જોઈએ તો સામાન્ય રીતે 08 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પતંગ વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ લોકો દ્વારા સૌથી વધારે પતંગ ઉડાવવામાં આવે છે. ચાલતી ગાડીઓ તેમજ OHEના વીજળીના તારમાં મોટી સંખ્યામાં પતંગ અને દોરી વિટોળાય જાય છે.આજકાલ‚ દોરી ચીની ધાતુઓથી બનેલી હોય છે. આ દોરી વીજળી વાહક અને બહુ ધારદાર હોય છે અને કેટેનરી સટ્રેડ ને પણ કાપી શકે છે. આ ધાતુની દોરીથી સામાન્ય માણસો તેમજ રેલ કર્મચારિઓને વીજળીનો શોક (કરંટ) લાગી શકે છે. એટલા માટે આપ સૌ ને વિનંતી છે કે પતંગ રેલવેના પાટાઓથી દૂર ઉડાવવી જોઈએ કારણ કે વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ પતંગ ઉડાડવી ખતરનાક થઈ શકે છે‚ અને માણસોને વીજળીનો શોક (કરંટ) લાગી શકે છે‚ આ માણસોની સુરક્ષા તેમજ જિંદગીનો સવાલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.