તાપમાન:નવેમ્બરની મધ્યે તાપમાનમાં વધઘટનો સિલસિલો યથાવત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 20.6 ડિગ્રી થઇ ગયુ, મહત્તમ તાપમાન ઘટીને 31.3 ડિગ્રી નોંધાયુ
  • હવામાં ભેજનું પ્રમાણ વધીને 44 ટકા નોંધાયું

ભાવનગર શહેરમાં છેલ્લાં એકાદ અઠવાડિયાથી તાપમાનમાં રોજેરોજ વધઘટ થઇ રહી છે. શહેરમાં નવેમ્બરના મધ્ય ભાગમાં હજી શિયાળાની બરાબર ઠંડી જામી નથી. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે મહત્તમ તાપમાન ઘટીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

ભાવનગર શહેરમાં નવેમ્બરનો મધ્ય ભાગ આવી ગયો છે. પણ હજી શિયાળુ ઠંડી જામી નથી. તા.15 નવેમ્બર બાદ શિયાળાની ઠંડી રાત્રિના સમયે ધીમી ગતિએ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. તે આજે ઘટીને 31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 19.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે પુન: વધીને 20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. ભાવનગર શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા હતુ તે આજે વધીને 44 ટકા થઇ ગયું હતુ.

બપોરે તાપમાનમાં વધઘટ
તારીખમહત્તમ તાપમાન
14 નવેમ્બર31.3 ડિગ્રી સેન્ટીગ્રેડ
13 નવેમ્બર32.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
12 નવેમ્બર33.3 ડિગ્રી સેન્ટીગ્રેડ
રાત્રે તાપમાનમાં વધઘટ
તારીખરાત્રે તાપમાન
14 નવેમ્બર20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
13 નવેમ્બર19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
12 નવેમ્બર20.6 ડિગ્રી સેન્ટીગ્રેડ
અન્ય સમાચારો પણ છે...