તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Fluctuation Camps For Primary Teachers At Taluka Level Will Start From Tomorrow, General Camp For All Talukas Will Be Held On 15th December

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ્પનો આરંભ:આવતી કાલથી તાલુકા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોના વધઘટ કેમ્પનો આરંભ થશે, 15 ડિસેમ્બરે તમામ તાલુકાઓ માટે જનરલ કેમ્પ યોજાશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સોમવારે તમામ તાલુકાઓ ભાવનગરમાં સર્વ શિક્ષા ભવન ખાતે વધઘટ કેમ્પનું આયોજન થશે

ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકો માટે વધઘટ કેમ્પના આયોજનનો આરંભ તા.7 ડિસેમ્બરને સોમવારે તમામ તાલુકાના શિક્ષકો માટે ભાવનગરમાં જુદા જુદા સમયે સર્વ શિક્ષા ભયન, ભાવનગર ખાતે કેમ્પ યોજાશે. જ્યારે જનરલ કેમ્પ પણ તમામ તાલુકા માટે ઉચ્ચ પ્રાથમિક માટે કેમ્પ પણ યોજાશે. તા.7ને સોમવારે સવારે 10 કલાકે ભાવનગર, 11 વાગ્યે ઘોઘા, 11.30 કલાકે તળાજા, બપોરે 12.30 કલાકે મહુવા, બપોરે 1.30 કલાકે જેસર, બપોરે 3 કલાકે ગારિયાધાર, બપોરે 3.30 કલાકે પાલિતાણા, ઉમરાળા માટે 4 કલાકે, વલભીપુર તાલુકા માટે 4.30 કલાકે , સિહોર માટે 5 કલાકે અને સાંજે 6 કલાકે તમામ તાલુકા માટે અપર કક્ષાએ સર્વ શિક્ષા ભયન, ભાવનગર ખાતે કેમ્પ યોજાશે.

આ ઉપરાંત તા.8 ડિસેમ્બરે સવારે 10 કલાકે ઘોઘામાં લોઅર કક્ષા, ભાવનગરમાં 11 કલાકે લોઅર કક્ષા માટે બીઆરસી, ઘોઘા. તા.9 નવેમ્બરના રોજ સવારે 10 કલાકે તળાજા લોઅર અને 11 કલાકે મહુવા લોઅર માટે કેમ્પ તળાજાની રોયલ પ્રા. શાળા. તા.11 ડિસેમ્બરે સવારે 10 કલાકે વલભીપુર, સવારે 11 કલાકે ઉમરાળા અને 11.30 કલાકે સિહોર લોઅર કક્ષા માટે વલભીપુરની જેબી ગુજરાતી શાળા નં.2. તા.14 ડિસેમ્બરે સવારે 10 કલાકે પાલિતાણા, સવારે 11 કલાકે ગારિયાધાર અને સવારે 11.30 કલાકે જેસર લોઅર કક્ષા માટે બીઆરસી ભવન પાલિતાણા ખાતે કેમ્પ યોજાશે. તા.15 ડિસેમ્બરે લોઅર કક્ષાએ તમામ તાલુકા માટે સવારે 10 કલાકથી ભાવનગર શહેરમાં ચિત્રા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે જનરલ કેમ્પ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો