દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા હોઈ ત્યારે ગામડે ગામડે યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ દેશ ભક્તિનો માહોલ બને તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે તે પૈકી વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આશરે દસ હજાર જેટલા ગામડાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવશે એ પૈકી ભાવનગર વિભાગના આશરે 850 જેટલા ગામોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો ધ્વજવંદન કરશે.
અભાવિપ ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે , “આ દેશ ભક્તિની ભાવના દેશના જન જનમાં ઉપસ્થિત છે તેને બહાર કાઢવા અભાવિપ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અમે આશરે 40 હજાર વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરીશું. અને વિદ્યાર્થી હિતથી રાષ્ટ્રહિતની ભાવના સાથે કાર્યરત રહેશું.” વિવિધ પ્રકારના દેશભક્તિ ની ભાવના જગાડતા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરતા અને તેમના બલિદાનની વાત જન જન સુધી પહોંચે તેવી યાત્રાઓ, પ્રદર્શનીઓ, નુક્કડ નાટકો વગેરે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.