કામગીરીને પણ અસર:ખાસ ફરજ પરના અધિકારીની સામે પાંચ ઉચ્ચ અધિકારીઓ આવી ગયા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GMBમાં આંતરિક પત્ર યુધ્ધ વધુ તિવ્ર : કામગીરીને પણ અસર
  • GMBના ઉચ્ચ અધિકારીઓને પણ ભીડવવા માટે ઘડાઇ રહેલો તખ્તો

દેશનું સૌથી આધૂનિક અને શ્રેષ્ઠતમ મેરિટાઇમ બોર્ડ ગુજરાતનું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખાસ ફરજ પરના અધિકારી એન.આર.શર્માની સામે ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘે બાંયો ચડાવ્યા બાદ હવે જીએમબીના પાંચ ઉચ્ચ અધિકારીઓએ પણ વાઇસ ચેરમેનને લેખિતમાં ફરિયાદ અને વ્યથા ઠાલવી છે. આમ જીએમબીમાં આંતરિક પત્ર યુધ્ધ વધુ તિવ્ર બન્યુ છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડના સિનિયર એન્જીનિયર મિકેનિકલ, જનરલ મેનેજર પ્રોજેક્ટ, ચિફ એન્જીનિયર, જનરલ મેનેજર બિઝનેસ ડેવલોપમેન્ટ, ચીફ નોટિકલ ઓફિસરે ખાસ ફરજ પરના અધિકારી એન.આર.શર્માની કાર્ય પ્રણાલી, બિન જરૂરી રીતે અન્યના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવા, બિનજરૂરી રીતે અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઉતરવા સહિતની બાબતે ચેરમેન અને વાઇસ ચેરમેનને વેદના પત્ર પાઠવ્યો છે. બીજી તરફ ખાસ ફરજ પરના અધિકારીએ પણ તેઓની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓએ મેેનેજમેન્ટ સમક્ષ કરાયા બાદ હવે બદલાની રાજનીતિ શરૂ કરી છે, અને પત્ર લખનારા તમામ ઉચ્ચ અધિકારીઓને ભીડવવા માટેનો તખ્તો ઘડી રહ્યા છે. અધિકારીઓની જૂની ફાઇલ ફંફોસવામાં આવી રહી છે, તેઓની સામે જો કોઇ ફરિયાદો હોય તો તેની તપાસ થઇ રહી છે, આર.ટી.આઇ.ની ફાઇલો પણ જીણવટથી ચકાસવામાં આવી રહી છે.

GMBને રેગ્યુલર વી.સી.ની આવશ્યક્તા
GMBના વાઇસ ચેરમેનની મુખ્યમંત્રી કાર્યાલયમાં બદલી થયા બાદ તેઓને જીએમબીનો વધારાનો હવાલો અપાયો છે. ચૂંટણીના વર્ષમાં તેઓ જીએમબીની કામગીરીને ન્યાય આપી શક્તા નથી, પરિણામે જીએમબીની દૈનિક કામગીરીઓ લકવાગ્રસ્ત બની રહી છે. જીએમબીને રેગ્યુલર વાઇસ ચેરમેનની નિમણૂંકની રાહ છે.

અન્ય સમાચારો પણ છે...