હત્યારા ઝડપાયા:ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ગતમોડી રાત્રી થયેલી હત્યામાં સંડોવાયેલા ત્રણ સગીર સહિત પાંચ ઝડપાયા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 'તું કેમ મને વણ માગી સલાહ આપે છે' તેમ કહી તેની પાસે રહેલી છરી ઘા ઝીંકી હત્યા કરી હતી
  • જાફરી સોસાયટીના પાર્કિંગમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ઘસી આવેલ ટોળાએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા આધેડનું મોત

ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં આવેલ ઈબ્રાહીમ મસ્જિદની સામેની જાફરી સોસાયટીમાં ગતરાત્રિના યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં ધસી આવેલા મહિલા સહિતના ટોળાએ આધેડ ઉપર છરીનો ઘા ઝીકી ઢીકાપાટુનો માર મારતા ઈજાગ્રસ્ત આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે પ્રભુદાસ તળાવના શખ્સ, તેની પત્ની સહિત પાંચ ઈસમો વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

સલાહ આપવા જતા મોત મળ્યું
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના જમનાકુંડ, ઈબ્રાહીમ મસ્જિદ સામે આવેલ જાફરી સોસાયટીમાં રહેતા અને અલંગના ઇલેક્ટ્રીક ઓટો મશીનનો વેપાર કરતા મોહમ્મદહાદિ આશિકભાઈ જમાણીના પિતા આશિકભાઈ જમાણીએ તેમની સોસાયટીના નાકા પાસે ઊભા રહી ગાળાગાળી તેમજ આવારાગીર્દી કરતા પ્રભુદાસ તળાવમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે હજુ અબ્દુલઝફાર બેલીમને બે ત્રણ વખત ટપારેલ તેની દાજ રાખી ગત રાત્રે જાફરી સોસાયટીના પાર્કિંગમાં ખોજા સમાજનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે અઝરુદ્દીન ઉર્ફે અજુ બેલીમ, ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા માણસો બે મોટર સાયકલ લઈને આવ્યા હતા અને આશિકભાઈ જમાણીને બોલાવીને અઝરુદીને 'તું કેમ મને વણ માગી સલાહ આપે છે', તેમ કહી તેની પાસે રહેલી છરી અને અન્ય એક શખ્સ આમથી તેમ છરી ફેરવીને છરીનો એક ઘા આશીકભાઈના સાથળના ભાગે ઝીકી દીધો હતો અને તેની સાથેના માણસોએ ઢીકા પાટુનો માર માર્યો હતો.

ટૂંકી સારવાર બાદ તેમનું મોત
આ વખતે આશીકભાઈના પુત્ર સહિતના બચાવવા માટે દોડતા અઝરુદ્દીનની પત્નીએ આડા ઉભા રહીને અવરોધ કર્યો હતો,જાેકે સમાજના અન્ય લોકો આવી જતા આ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત આશીકભાઈને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મોહમદહાદી જમાણીએ અઝરુદ્દીન, તેની પત્ની,ઉમંગ જાેગી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવતા ગંગાજળિયા પોલીસે આઈ.પી.સી.કલમ 302, 323, 504, 114 અને જી.પી.એકટ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...