તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો દરોડો:નારી રોડ પરના કુટણખાનામાંથી એક મહિલા સહિત પાંચ ઝડપાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંભારવાડામાં ચાલતા કુટણખાના પર પોલીસનો દરોડો

શહેરના કુંભારવાડા નારી રોડ પર ચાલતા કુંટણખાનામાં પોલીસે રેઈડ કરી 1 મહિલા અને 3 ગ્રાહકો સહિત કુલ 5 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુંભારવાડાના નારી રોડ પર આવેલા એક જર્જરિત મકાનમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે બોરતળાવ પોલીસ બાતમીની ખરાઈ કરી રેઈડ કરી આ મકાનમાં ચાલી રહેલા કુંટણખાનામાંથી પોલીસે 1 મહિલા સહિત 5ની ઝડપી પાડ્યા હતા. બનાવને પગલે બોરતળાવ પીઆઈ રાવલ, એએસપી સફિન હસન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ રેઈડમાં ઈમરાન એહમદભાઈ મકવાણા (રહે. ચિત્રા પેટ્રોલપંપ પાછળ) તેના ભાઈના મકાનમાં આ કુંટણખાનું ચલાવતો હતો. જ્યારે ઈલાબા વિક્રમસિંહ જાડેજા (રહે. કાળિયાબીડ) કમિશન પર યુવતીઓ લાવતી હતી. જ્યારે ગ્રાહક તરીકે આવેલ ભગત શિવસિંહ દસાણા (રહે. એરપોર્ટ રોડ), રણજીત હરિસિંહ પરમાર (રહે.કાળિયાબીડ) અને દિપક જેન્તીભાઈ કંટારિયા (રહે. ઘોઘાજકાતનાકા)ને પોલીસે હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ડમી ગ્રાહક મોકલાયો હતો
કુંભારવાડા નારી રોડ પર કુંટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી પરંતુ પોલીસે આ અંગે ખરાઈ કરવા માટે ડમી ગ્રાહકોને મોકલ્યા હતા. જેમણે અહીં કુંટણખાનું ચાલતું હોવાની ખરાઈ કરી હતી જે બાદ પોલીસે રેઈડ કરી અહીં ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...