કસ્માત:ભાવનગરમાં જુદા-જુદા સર્જાયેલ અકસ્માતમાં પાંચ વ્યકિતના મોત

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરને જોડતા હાઇવે રકતરંજીત થયા
  • ​​​​​​​મહુવા ટ્રક અડફેટે બે યુવાનો તથા તળાજા અને અવાણીયાના 2 બાઇક સવારોના મોત નિપજ્યા

ભાવનગર જિલ્લામાં આજે અકસ્માતના પાંચક બનાવો બન્યા હતા જેમાં ગંભીર રીતે ઇજા પામેલ પાંચ વ્યકિતના મોત નિપજતા ભારે ગમગીની ફેલાઇ હતી. મહુવાના વડલી નજીક હાઇવે પર બુટીયા નદી પાસે બાઇક સાથે ટ્રક અથડાતા બાઇક સવાર ખેતીવાડી સાથે સંકળાયેલ જીણાભાઇ અરજણભાઇ ચાવડા (ઉ.વ.40) તથા દેવશીભાઇ સોમાતભાઇ મકવાણા (ઉ.વ.34) બન્ને રહે ચોકવાને ગંભીર ઇજા થતા મોત નિપજ્યુ હતું જયારે બીજા બનાવમાં તળાજાની શેત્રુંજી નદીના પુલ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતા ભાવનગર આવી રહેલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો.

બે વ્યકિતને ગંભીર ઇજા થઇ હતી જેમાં બોરડા ગામના અભિષેકભાઇ વિહાભાઇ ભંમર (ઉ.વ.20)નામના યુવકનું મોત નિપજ્યું હતું ત્રીજા બનાવમાં ભાવનગર ઘોઘા રોડ પર અવાણીયા ગામ પાસે કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ગોરીયાળી ગામના બાઇક સવાર યુવક રામજીભાઇ કુકાભાઇ સોલંકી (ઉ.વ.19)નું પણ મોત નિપજ્યું હતું અલંગ ખાતે પણ સામ સામે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા શરીફ અંસારી (રહે.ઝારખંડ) નામના શ્રમજીવીનું મોત નિપજયું હતું.

જયારે સિહોરના આઇશર ચાલકે બાઇક સવાર વિજયસિંહ દિલીપસિંહ ગોહિલ (રહે. ભાવનગર)ને અડફેટમાં લેતા તેને ઇજા થતા ભાવનગરમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આમ આજનો દિવસ ભાવનગર માટે અકસ્માતમાં રકતરંજીત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...