તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બે દિવસના શૂન્ય બાદ કોરોનાના નવા પાંચ કેસ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં 14, ગ્રામ્યમાં 7 એક્ટિવ દર્દીઓ
  • પાંચ દર્દીઓ થયા કોરોનામુક્ત, જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ 98.52 ટકા થયો

ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસ કોરોના પોઝિટિવના એક પણ નવા કેસ ન મળ્યા બાદ આજે એક જ દિવસમાં કોરોનાના નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરમાં 4 દર્દીઓ અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 1 મળીને કુલ પાંચ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. શહેરમાં હવે 14 દર્દીઓ અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 7 મળીને સમગ્ર જિલ્લામાં કુલ 21 એક્ટિવ દર્દીઓ રહ્યાં છે. ભાવનગર શહેરમાં આજે 2 પોઝિટિવ કેસ મળ્યા હતા જે બન્ને પુરૂષ દર્દી છે.

જ્યારે ચાર દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 3 પુરૂષ અને એક મહિલા દર્દીનો સમાવેશ થાય છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે 3 પોઝિટિવ કેસ મળ્યા જેમાં 2 પુરૂષ અને એક મહિલા દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે એક પુરૂષ દર્દી કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 13,988 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તે પૈકી 13,814 દર્દીઓ કોરનામુક્ત થયા છે.

એટલે શહેર કક્ષાએ રિકવરી રેઇટ 98.76 ટકા થયો છે. જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં 7411 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 7269 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ 98.08 ટકા થયો છે. સમગ્ર જિલ્લામાં આજ સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 21,399 કેસ નોંધાયા છે અને તે પૈકી 21,083 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ 98.52 ટકા થઇ ગયો છે. ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં એકપણ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...