તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેળાવદરમાં પાંચ ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ઘુસી ગયા, રસ્તાઓ બંધ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધારના વેળાવદરમાં એક જ દિવસમાં પાંચ થી છ ઈંચ મુશળધાર વરસાદ વરસી જતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા અને ગામના રસ્તાઓ પાણીને લીધે બંધ થઈ ગયા હતા. આમ આજના મેઘતાંડવને લીધે વેળાવદર એક તબક્કે બેટસમાન બની ગયું હતું. ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામે ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા.જ્યારે આ બાબતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમજ વેળાવદર ગામના કનુભાઇ સાંડસુર દ્વારા જણાવ્યું હતું કે વેળાવદર ગામે ધોધમાર પાંચથી છ ઈંચ વરસાદ પડ્યો હતો.

ગામના તળાવો છલકાઈને ખેતરોમાં પાણી ભરાયા હતા .તેમજ ગામના અમુક વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. વેળાવદર ગામના બસ સ્ટેન્ડમાં ખૂબ જ પાણી આવતા રસ્તો બંધ થઇ ગયો હતો .વેળાવદર ભોરીંગડા રસ્તો પણ ખૂબ જ પાણીનો પ્રવાહ ચાલુ હોય તે પણ રસ્તો બંધ થઇ ગયો હતો. આમ આજે વેળાવદર ગામમાં ધોધમાર પાંચથી છ ઇંચ વરસાદ ખાબકી જતા ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું . આજના વરસાદને લીધે શ્રાવણમાં અષાઢી માહોલ સર્જાયો હતો. લોકો ચિંતાતુર બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...