તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સ્ક્રેપ સ્કીમ જાહેર થયા બાદ RTO દ્વારા વાહનો માટે ફિટનેસ કેમ્પ, ભાવનગર જિલ્લાના 61,555 વાહનોનો સ્ક્રેપમાં સમાવેશ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તા.16 થી 18 સપ્ટે. સુધી તાલુકા મથકોમાં ટેસ્ટ, ટેસ્ટમાં ફેઇલ થયેલા વાહનોનું સ્ક્રેપિંગ કરવામાં આવશે

તાજેતરમાં આવેલ વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી અંતર્ગત કોમર્શિયલ વાહનો જો ફિટનેસ અને પ્રદૂષણ ને લગતા ટેસ્ટમાં પાસ ન થાય તો 15 વર્ષ જૂના અને ખાનગી વાહનો 20 વર્ષ જૂના હશે તો તેનું સ્ક્રેપિંગ કરવામાં આવશે.  ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વાર જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જિલ્લાના 61555 વાહનો અત્યાર થી સ્ક્રેપ ની યાદીમાં શામેલ છે. વાહનો ફીટ છેકે નહિ તેની ચકાસણી માટે તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન વાહનો નાં ફિટનેસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યભરની આર.ટી. ઓ કચેરીઓ નું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર આર.ટી. ઓ કચેરી દ્વારા લોકડાઉન બાદ વાહનોની ફિટનેસ જાણવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.16 સપ્ટે.નાં રોજ પાલીતાણા ખાતે ડી.એચ. કડીકર દ્વારા , તા.17 સપ્ટે નાં રોજ તળાજા ખાતે એન.એમ. કાપડિયા અને તા. 18 સપ્ટે.નાં રોજ એ.એચ ચૌધરી દ્વારા મોટર વાહન નું નિરીક્ષણ કરવામાં આવશે. આ ફિટનેસ કેમ્પનું સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી તાલુકા મથક ના સરકારી વિશ્રામગૃહોમાં આયોજન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન લોકોને વાહન લાવીને ચકાસણી કરાવવાનું કહેવામાં આવ્યું છે.

સ્ક્રેપિંગ માટે સરકાર અલગ સ્ક્રેપિંગ સેન્ટરો પણ ખોલશે
આ પોલિસી નાં લીધે પ્રદૂષણ નાં પ્રશ્નો તો હલ થશે જ સાથેસાથે ઓટોમોબાઇલ ક્ષેત્રે ખૂબ નવી ટેકનોલોજી પણ આવી શકશે. આર.ટી. ઓ દ્વારા થોડા સમય પહેલા ફક્ત અંદાજ કાઢવામાં આવ્યો હતો કે કેટલા વાહનો સ્ક્રેપ ની વ્યાખ્યા માં આવે છે. આ વાહનો ફિટનેસ ટેસ્ટ માં ફેઇલ થાય તો તેમનું સ્ક્રેપિંગ કરવામાં આવશે. આ તમામ સ્ક્રેપ ગણવામાં આવતા વાહનો માટે સરકાર અલગ સ્ક્રેપિંગ સેન્ટરો પણ ખોલવાની છે. - દિલીપ યાદવ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગર

અન્ય સમાચારો પણ છે...