હવામાન:તોફાની પવન ફૂંકાવાનો હોય માછીમારોને દરિયામાં ન જવું

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે સમુદ્રમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી
  • ભાવનગર ઉપરાંત અલંગ, વિક્ટર, વેરાવળ જાફરાબાદ વિ. જિલ્લામાં અપાયેલી સૂચના

એક તરફ નૈઋત્યના ચોમાસાના સમાચારો વહેતા થયા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.12 અને 13 જૂન, બે દિવસ માટે ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દરિયાઇ તટે 40 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી ભારત સરકારના હવામાન વિભાગે કરી હોય આ બન્ને દિવસ માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે.

માછીમારો માટે કરાયેલી તાકીદમાં જણાવાયું છે કે ભાવનગર ઉપરાંત અલંગ, મગદલ્લા, વેરાવળ,દીવ, જાફરાબાદ, વીક્ટર, ભરૂચ, દહેજ, દમણમાં તા.12 અને 13 જૂન, રવિવારે અને આવતી કાલ સોમવાર, બે દિવસ આ દરિયામાં 40 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકવાનો હોય આ વિસ્તારના માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં તોફાની ગતિએ પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. આમ 40 થી 60 કિ.મી.ની ઝડપે દરિયાઈ વિસ્તારમાં પવન ફૂંકાવાની આગાહી હોય સૌરાષ્ટ્રના માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરાઈ છે.

ભાવનગરમાં આજે છૂટા છવાયા વરસાદની આગાહી
ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 13 જૂનને સોમવારે પવન સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ઉપરાંત બોટાદ, રાજકોટ, ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...