ક્રાઈમ:પોતાને મહુવાના ડોન સાબિત કરવા માટે ફાયરિંગ કર્યું હતું

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુવામાં શનિવારે ભરબપોરે ફાયરિંગનો બનાવ બન્યો હતો
  • પોલીસ અને કોર્ટ બિલ્ડિંગ પર ફાયરિંગ કરનારા નેસવડના 2 શખ્સો પાસેથી 1-1 પિસ્ટલ કબ્જે લીધી

મહુવામાં ધોળા દિવસે શહેરના હાર્દસમા વિસ્તારમાં ફાયરિંગ કરી દહેશત ફેલાવનારા બંન્ને ઈસમોને પોલીસે ઝડપી લીધાં છે. આ શખ્સો પાસેથી પોલીસે એક-એક પિસ્ટલ કબ્જે લીધી છે. પોતાને મહુવાના ડોન સાબિત કરવા લોકોમાં પોતાનો રોફ જમાવવા ફાયરિંગ કર્યું હતું.

મહુવાના હાર્દસમા ગાંધીચોક વિસ્તારમાં ગઈકાલે બપોરના 12.20 કલાકના અરસામાં બે અજાણ્યા શખ્સોએ પોલીસ ચોકીની સામે જ બંધ પડેલા કોર્ટ બિલ્ડિંગ પર ધડાધડ ફાયરિંગ બાદ તે શખ્સોને અટકાવવા જતી પોલીસ પર પણ એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. બનાવના પગલે મહુવા શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો મહુવા દોડી ગયો હતો.

પોલીસે ફાયરિંગ કરનારા લાલજી ઉર્ફે લાલો માધુભાઈ મકવાણા (ઉ.વ.23) અને રામ જયેશ ઉર્ફે જપન મકવાણા (ઉ.વ.24)(બંન્ને રહે. નેસવડ)ને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ બંન્ને પાસેથી મેઈડ ઈન ઈટલી પિસ્ટલ નંગ-2 અને 4 નંગ જીવતા કાર્ટિસ કબ્જે લીધાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર પોતાને મહુવાના ડોન સાબિત કરી લોકોમાં રોફ જમાવવા તેમણે પોલીસ ચોકી સામે ફાયરિંગ કર્યું હતુ. જ્યારે તેઓ આ પિસ્ટલ ક્યાંથી લાવ્યા તે આગળની પોલીસ તપાસમાં ખુલશે.

અન્ય સમાચારો પણ છે...