જાહેરનામું:ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ ઓનલાઇન વેચી શકાશે નહી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં સાયલન્ટ ઝોન જાહેર

ભાવનગર જિલ્લામાં દિવાળી દરમિયાન રાત્રિનાં 8થી 10 વાગ્યા દરમ્યાન ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહી, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહિ, કોઇપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહિ, રાખી શકાશે નહિ કે વેચાણ કરી શકાશે નહી તેમજ ઇ-કોમેર્સ વેબસાઇટસ ફલીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાનાં વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી તેવું જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે. દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માત બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લાનાં સમગ્ર વિસ્તારનાં ફટાકડા ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મુકાયા છે.

PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોક્સ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાનાં વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારનાં ફટાકડા ફોડી શકાશે નહી. બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનું સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ/આતશબાજ બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહી તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહી.આ જાહેરનામું તા.8મી નવેમ્બર, 2021 સુધી અમલમાં રહેશે. ભંગ કરનાર વ્યક્તિ કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...