ફટાકડા ફોડવા પર અંકુશ:ભાવનગર જિલ્લામાં દિવાળી પર્વ પર રાત્રે 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. દિવાળીનાં તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પડાયું હતું. સુપ્રીમ કાર્ટ દ્વારા ફટાકડા ફોડવા સંબંધમાં કેટલીક સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ આપવામાં આવેલી છે. જેથી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી બચાવવા ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો જાહેર કર્યો છે.

માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી- વાપરી શકાશે
ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દિવાળી દરમિયાન રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડાથી મોટા પ્રમાણ હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. તેમજ ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા ફટાકડા જ વેચી- વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડા દરેક બોક્સ ઉપર PESOની સૂચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે.
હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહી. કોઇપણ પ્રકારનાં વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકશે નહી કે ઓનલાઇન વેચાણ કરી શકશે નહી.
જાહેરનામા ભંગ બદલ શિક્ષા થશે
લોકોને અગવડ ઉભી ન થાય, કોઇપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી., બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઇ મથકની નજીક ફટાકડા-દારૂખાનું ફોડી શકાશે નહીં. આ જાહેરનામું તા.28 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...