તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનિંગ:હોસ્પિટલમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સ્ટાફને અપાય છે ફાયર સેફ્ટીની તાલીમ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજના ચારથી પાંચ હોસ્પિટલમાં જઈ ટ્રેનિંગ આપવામાં આવે છે
  • હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોય પરંતુ ઉપયોગ કરતા આવડતું ન હોય તો ઈમરજન્સીના સમયે નિવડે છે નિરર્થક

હોસ્પિટલોમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે તેમાં ફાયર સેફટીનો અભાવ સાથે હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનોની નહિ લીધેલી ટ્રેનિંગ પણ જવાબદાર હોય છે. જેથી જ ભાવનગરની કોવિડના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલમાં રાત્રે પણ ફાયર બ્રિગેડના જવાનો ફાયર સેફ્ટીના સાધનોનું સરપ્રાઇઝ ચેકિંગ કરી હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફ્ટીના સાધનોની ટ્રેનિંગ પણ આપે છે.ભાવનગર શહેરમાં હાલમાં 36 હોસ્પિટલોમાં કોરોનાવાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જે પૈકી 18 હોસ્પિટલમાં તો ફાયર સેફ્ટીના સંપૂર્ણ સાધનો છે અને અન્ય 8 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોની કામગીરી શરૂ છે.

હોસ્પિટલોમાં માત્ર ફાયર સેફ્ટીના સાધનો હોવા જરૂરી નથી પરંતુ તેનો ઉપયોગ પણ આવડવો જરૂરી છે. નહી તો આગ સહિતના બનાવો બને ત્યારે જો સ્ટાફને ઉપયોગ કરતા આવડતું ન હોય તો ફાયર સેફટી નિરર્થક સાબિત થાય છે. જેથી જ ફાયર બ્રિગેડના જવાનો રાત્રે હોસ્પિટલોમાં જે ફાયર સેફટીના સાધનોની તપાસ કરવા સાથે હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક સારવાર અને ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરતા પણ શીખવે છે. રોજના ચાર થી પાંચ હોસ્પિટલમાં જઈ ફાયર સેફ્ટીના સાધનોની ટ્રેનિંગ આપે છે.

સમર્પણ હોસ્પિટલના સ્ટાફે આગમાં કામગીરી કરી
શહેરના કાળુભા રોડ પર સમર્પણ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે રાત્રે આગ લાગી હતી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે ફાયર સેફ્ટીના સાધનો નો કઈ રીતે ઉપયોગ કરવો તેની તાલીમ લીધી હોવાને કારણે સ્ટાફ દ્વારા જ પ્રારંભિક તબક્કે દર્દીઓને નીચે ખસેડવા અને અન્ય કામગીરી કરી હતી. જોકે, થોડા જ સમયમાં ફાયર બ્રિગેડ પહોંચી જતા અને જાગૃત નાગરિકો દ્વારા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...