તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગજની:બોટાદ જિલ્લામાં આગની ત્રણ ઘટના, લીંબાળી ગામે ફટાકડાનો તણખો દુકાનમાં પડતા દુકાન ભડભડ સળગી, ગઢડામાં મકાન અને કારમાં પણ આગ લાગી

ભાવનગર5 મહિનો પહેલા
બોટાદના લીંબાળી ગામે દુકાનમાં આગ લાગી - Divya Bhaskar
બોટાદના લીંબાળી ગામે દુકાનમાં આગ લાગી
  • લીંબાળી ગામે દુકાનમાં આગ લાગતા સામાન બળીને ખાખ

ગઈકાલે દિવાળી તહેવાર હતો ત્યારે સૌરાષ્ટ્રમાં સાંજ પડતા જ ફટકડાની આતશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દિવાળીની ઉજવણીની સાથોસાથ આગજનીની ઘટના પણ બની હતી. બોટાદ જિલ્લામાં આગજનીની ત્રણ ઘટના બની હતી. જેમાં બોટાદના લીંબાળી ગામે ફટાકડાનો તણખો દુકાનમાં પડતા દુકાન ભડભડ સળગી ઉઠી હતી. તેમજ ગઢડામાં બંધ મકાનમાં અને બોટાદના હોન્ડા સિટીમાં આગ લાગી હતી.

બોટાદના લીંબાળી ગામમાં દુકાનમાં આગ લાગી
બોટાદના લીંબાળી ગામે ગઈકાલે રાત્રિના સમયે દિવાળીની ઉજવણીમાં મસ્ત બનીને ગામમાં ફટાકડા ફૂટી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તણખો દુકાનમાં પડવાના કારણે આગ લાગી હતી. આગ જોતજોતામાં દુકાનમાં પ્રસરી હતી. આથી દુકાનમાં પડેલી વસ્તુઓ ભડભડ સળગવા લાગી હતી. આગની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને સતત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી. આગમાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી
ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી

ગઢડામાં બંધ મકાનમાં આગ લાગી
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા વાઢાળા ચોક વિસ્તારમાં બંધ મકાનમાં આગ લાગી હતી. ફટાકડાના કારણે મકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બીજી ઘટનામાં કાળુભા રોડ શ્રેયસ અર્ચના ફ્લેટ પાસે હોન્ડા સિટી કારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ફાઈટર સાથે દોડી જઈને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી.

(ભરત વ્યાસ, ભાવનગર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો