તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ભાવનગર શહેરમાં અલગ-અલગ બે જગ્યાએ આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કામગીરી કરી

ભાવનગર2 મહિનો પહેલા
 • મોતીતળાવ વીઆઇપીના ડેલાના બરફના કારખાનામાં અને કુંભારવાડા પાસે આવેલા બાવળના કાંટામાં આગ લાગી
 • બરફના કારખાનામાં આગ લાગતા કુલર, રેફ્રિજરેટર તથા સામાન બળીને ખાખ થઈ ગયો

ભાવનગર શહેરમાં બે જગ્યાએ આગ લાગવાની ઘટના બની છે. જેમાં મોતીતળાવ વીઆઇપીના ડેલામાં અને કુંભારવાડા પાસે આવેલ બાવળના કાંટામાં આગની ઘટના બનાવ પામી હતી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

વીઆઈપીના ડેલા નંબર. 177 બરફના કારખાના આગ લાગી

જેમાં પ્રથમ બનાવ મોતીતળાવ વીઆઈપીના ડેલા નંબર. 177 બરફના કારખાના આગ લાગી હતી. તેની જાણ ફાયરબ્રિગેડને કરતા તાત્કાલિક ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આ આગમાં કુલર, રેફ્રિજરેટર તથા તેનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. તથા આગનું કારણ કે નુકસાની જાણવા મળેલ નથી. તેમજ આગને કારણે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા.

કુંભારવાડા પાસે આવેલ બાળવાના કાંટામાં આગ લાગી

જ્યારે બીજા બનાવ કુંભારવાડા પાસે આવેલ બાળવાના કાંટામાં આગ લાગી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને કરતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો. જેમાં અડધી ગાડી પાણીનો મારો ચલાવી આગેને ઓલવી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો