તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આજે સવારે ગેસલાઇન લીકેજ બાદ આગ લાગી હતી. વિસ્તારમાં 4 જગ્યાએ એકસાથે આગ લાગી હતી અને ધડાકાભેર ગેસલાઇન તૂટતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આગની ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાતા રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
તાત્કાલિક ગેસ લાઇન બંધ કરવામાં આવી
ગેસલાઇન લીકેજ થયાં બાદ આગ લાગતા ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાવચેતીના ભાગરૂપે સ્થળ પર હજાર રહેલા અધિકારીઓએ સતર્કતા દાખવી ગેસલાઇન બંધ કરી દીધી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાસ્થળની આસપાસના ચારેય બાજુના રસ્તાઓ બંધ કરી દીધા હતા. જેથી કોઇ મોટી દૂર્ઘટના કે જાનહાનિ ન થાય.
ભયંકર અવાજ આવ્યો હતો
બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગેસલાઇનમાં લીકેજ બાદ આગ લાગી હતી અને મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે રહીશો ભયભીત થઇ ગયા હતા અને નાસભાગ મચી ગઇ હતી. જોકે તંત્રએ સમય સુચકતા દાખવી હતી અને સમયસર આગને કાબૂમા લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવી જતાં રહીશોને હાશકારો થયો હતો.
આખો પુલ ધણધણી ઉઠ્યો હતોઃ ફર્સ્ટ પર્સન
બનાવ અંગે પૂર્વ કોર્પોરેટર અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે પ્રચાર અર્થે ત્યાંથી પસાર થતા હતા એ સમયે મોટો બ્લાસ્ટ થયો હતો અને આખો પુલ ધણધણી ઉઠ્યો હતો. જેથી મે તાત્કાલિક મનપા કમિશનરને જાણ કરી હતી અને તેમણે તંત્રને જાણ કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ કાબૂમાં લેતા મોટી દૂર્ઘટના ટળી હતી. ફ્લેટના રહીશોમાં નાસભાગ મચી હતી. ફ્લેટમાં આગ લાગતા ત્વરિત ધોરણે ફ્લેટમાં રહેલા ફાયર સાધનોનો ઉપયોગ કરી આગ બૂઝાવી દીધી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.