ભેજાબાજોને​​​​​​​ GSTના આશિર્વાદ:GSTના રોડ બિલમાં સંડોવાયેલા જીલાની, અર્શાન, રાહિલની શોધ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1200 કરોડના કૌભાંડમાં લેપટોપના ડેટાનું એપિસેન્ટર ભાવનગર
  • ભેજાબાજોને​​​​​​​ GSTના આશિર્વાદ, પોલીસ તંત્ર કાર્યવાહી માટે આતૂર

1200 કરોડના જીએસટી કાૈભાંડમાં જપ્ત કરવામાં આવેલા 6 લેપટોપમાં મળી આવેલા ડીજીટલ ડેટાનું એપિસેન્ટર ભાવનગર ભણી તપાસને દોરી આવે છે. જ્યારે બીજી તરફ જીએસટી તંત્રના છૂપા આશિર્વાદ તળે રોડ બિલની ગેરરીતિમાં સંડોવાયેલા જીલાની, અર્શાન, રાહિલ સામે કાર્યવાહી કરવા હવે પોલીસ તંત્ર આતૂર બન્યું છે.

ગત શનિવારથી સ્ટેટ જીએસટી દ્વારા ભાવનગરમાં શરૂ કરવામાં આવેલી જીએસટી ગેરરીતિ સામેની કાર્યવાહીમાં હજુસુધી 3 બોગસ પેઢીઓ જણાઇ આવી છે, ભાવનગરમાંથી મળી આવેલી 3 બોગસ પેઢીઓમાંથી સ્ક્રેપ, મેટલ, સળીયાના બોગસ બિલો ઇશ્યુ કરવામાં આવી રહ્યા હોવાનું ખુલ્યુ છે. શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

આ કેસમાં કરચોરીનો આંકડો હજુ વધુ હોવાની બાતમી તંત્રને મળતા જીએસટી ગેરરીતિ માટે પંકાયેલા વિસ્તારોમાં જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જીએસટીમાં ઇ-વે બિલ, રોડ બિલની ગેરરીતિમાં તંત્રની મૂક સંમતિ તળે મૃગેશભાઇ ઉર્ફે ભુરો હસમુખભાઇ અઢીયાનું રાજ્ય વ્યાપી નામ અને કામ હતુ, પરંતુ તાજેતરમા ભાવનગર પોલીસ તંત્રએ ભૂરા અને દેવાંશુને પકડીને જીએસટી તંત્રને પણ પડકાર ફેંક્યો છે.

ઘર ફૂટે ઘર જાયની જેમ મળેલી વિગતોને આધારે જીએસટીની છત્રછાંયા તળે રહેલા જીલાની, અર્શાન, રાહિલને પણ શોધવા માટે પોલીસ તંત્ર આતૂર બન્યુ છે. આમ, જીએસટી ગેરરીતિ પકડવા બાબતે જીએસટી-પોલીસ તંત્ર વચ્ચે હરિફાઇ જામી છે.

હાઇ-વે પર GSTને પેરેલલ પોલીસનું ચેકિંગ
ભાવનગર જિલ્લામાં આર્થિક ગુન્હા સંબંધિત જીએસટીની તમામ પ્રકારની ગેરરીતિઓને ડામી દેવા માટે જીએસટી તંત્રની પેરેલલ હવે પોલીસ તંત્ર પણ મેદાને પડ્યુ છે. હાઇ-વે પર સંબંધિત પોલીસ તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. સીજીએસટી અને એસજીએસટીના મોબાઇલ સ્ક્વોડના ચેકિંગ ઉપરાંત પોલીસ તંત્ર પણ આર્થિક ગુન્હા સંબંધિત ચેકિંગ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...