આદેશ:પાલિતાણા પોલીસ સ્ટેશનમાં યુવકને મારનાર અધિકારીને શોધો : HC

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન પહેલા યુવકને કસ્ટડીમાં લેતા હેબિઅસ કોર્પસ થઈ હતી
  • પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ 6 મહિના સુધી સાચવી રાખવા અને ઓડિયો રેકોર્ડ કરવા પણ ટકોર કરી હતી

પાલિતાણામાં અલગ-અલગ ધર્મના યુવક અને યુવતી પ્રેમ કરતા હોવાથી બંન્નેએ મેરેજ રજિસ્ટ્રાર પાસે લગ્નની નોંધણી કરાવી હતી. 30 દિવસ બાદ નોટીસ કાઢવામાં આવે તે પહેલાં બંન્ને ભાગી ગયાનો બનાવ બન્યો હતો. યુવક-યુવતી લગ્ન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા યુવકને કસ્ટડીમાં લઈ લેતા હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરાઈ હતી. પોલીસે યુવક અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં ખુબ માર માર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ રજુ કરવા આદેશ કર્યો હતો.

કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શીકા અનુસાર સીસીટીવી સાથે ઓડિયો રેકોર્ડિંગ પણ રાખવાનો આદેશ છે. જેની સામે પોલીસે એવી દલીલ રજુ કરી હતી કે, 30 દિવસના સીસીટીવી ફુટેજ રાખવામાં આવે છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે 6 મહિના સુધી સીસીટીવી ફુટેજ સાચવી રાખવા જોઈએ. હાઈકોર્ટે ભાવનગર જિલ્લા પોલીસવડાને પોલીસ સ્ટેશનમાં યુવકને માર મારનાર અધિકારીને ઓળખીને રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...