36મી નેશનલ ગેમ્સ:મહિલા વિભાગની વોલીબોલ ટુર્નામેન્ટમાં આવતીકાલે પશ્ચિમ બંગાળ અને કેરળ વચ્ચે ફાઈનલ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

36મી નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરના સીદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જેના ભાગરૂપે જુદા-જુદા રાજ્યોની ટિમો વચ્ચે ભારે રસાકસી જામી રહી છે જેમાં આજે મહિલા વોલીબોલ ટૂર્નામેન્ટ વિભાગમાં રાજેસ્થાન, કેરળ, પશ્ચિમ બંગાળ તથા હિમાચલ પ્રદેશ વચ્ચે મેચો રમાઈ હતી.

સેમિફાઇનલ મેચ એકતરફી રહી
વિમેન્સ વિભાગમાં સેમી ફાઇનલ મેચોમાં પશ્ચિમ બંગાળની ટીમે રાજેસ્થાનને સીધા સેટોમાં 3-0થી પરાસ્ત કર્યુ હતું, જેમાં પશ્ચિમ બંગાળને 14-25, 21-25, 18-25નો સ્કોર નોંધાવ્યો હતો. કેરળની ટીમે હિમાચલ પ્રદેશને 3-0થી એટલેકે, 25-20, 25-14, 25-19થી હાર આપી હતી. આમ બંને સેમી ફાઈનલ મેચો એક તરફી રહી હતી જેમાં આવતીકાલે સવારે 10:00 વાગે ત્રીજા અને ચોથા ક્રમાંકે રહેવા રાજસ્થાન vs હિમાચલ પ્રદેશની મેચ રમાશે, જ્યારે આવતીકાલે વોલીબોલની ફાઈનલ મેચ બપોરે 12 કલાકે પશ્ચિમ બંગાળ vs કેરળ વિરુદ્ધ રમાશે.

અન્ય સમાચારો પણ છે...