તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાથાપાઈ:માર્કેટ યાર્ડના કર્મચારી અને વેપારીઓ વચ્ચે મારામારી, કર્મચારીઓની હડતાલ પર જવાની ચીમકી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રા યાર્ડના કર્મચારીનો વિડિયો ઉતાર્યા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો

ભાવનગર માર્કેટ યાર્ડના કર્મચારી સાથે એગ્રોના વેપારીને માથાકુટ થતાં બોલાચાલીમાંથી મામલો મારામારી પર આવી જતાં ભારે હોબાળો મચ્યો હતો અને પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હતો. યાર્ડના કર્મચારી સાથે થયેલી મારામારીને કારણે યાર્ડના કર્મચારીઓ હડતાલ પર જવાની પણ ચિમકી આપી છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે શુક્રવાર હોવાથી સેનેટાઈઝ અને સાફ સફાઈ માટે હરાજી બંધ હતી. જે દરમ્યાન યાર્ડના કર્મચારી સેતાભાઈ યાર્ડ બહાર ચા પીવા નીકળ્યા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડનો વિડિયો ઉતારતા યાર્ડમાં એગ્રોની દુકાન ધરાવતા સી.કે.પટેલ ચા પીતા સેતાભાઈનો પણ વિડિયો ઉતારવા લાગતા બંને વચ્ચે રકઝક થઈ હતી અને ત્યારબાદ મારામારી સુધી પહોંચી જતા યાર્ડના કર્મચારી સેતાભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામા પક્ષે પણ સી.કે.પટેલે સેતાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ માર્કેટ યાર્ડના કર્મચારી સાથે થયેલી માથાકૂટના બનાવથી કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો હતો અને આગામી દિવસોમાં યાર્ડના કર્મચારીઓ હડતાલ પર જવાની પણ પૂરી શક્યતા વર્તાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્કેટ યાર્ડના કર્મચારીઓ સાથે બોલાચાલી અને ધમકીના બનાવો બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...