વેધર:ટાઢા પવનની અસરથી રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનભુવ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
  • શહેરમાં​​​​​​​ મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ ઉષ્ણતામાન 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું

ભાવનગર શહેરમાં ફેબ્રુઆરીનો મધ્ય ભાગ આવી રહ્યો છે ત્યારે મોડી રાત્રે અને વહેલી સવારે ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડો પવન ફૂંકાતો રહેતા રાત્રે ઠંડી અને બપોર થોડી ગરમીનો અનુભવ થયો હતો. આજે શહેરમાં મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ ઉષ્ણતામાન 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા બપોરે અને રાતના તાપમાન વચ્ચે બમણાથી વધુ એટલે કે 16.1 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત નોંધાયો હતો. આથી બેવડી ઋતુ઼નો અનુભવ શહેરીજનોને થઇ રહ્યો છે.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 30.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે પણ 14.2 ડિગ્રીએ યથાવત રહ્યું હતુ.

શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 29 ટકા નોંધાયેલુ઼ તે આજે વધીને 33 ટકા થઇ ગયું હતુ જ્યારે પવનની ઝડપ ગઇ કાલે ઘટીને 6 કિલોમીટર થઇ ગયેલી તે આજે વધીને 14 કિલોમીટર થઇ ગઇ હતી. આમ, શહેરમાં બપોરે થોડી ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી સાથે બેવડી ઋતુનો અનુભવ ભાવેણાવાસીઓને થઇ રહ્યો છે. આમ ભાવનગર શહેરમાં બપોરે અને રાતના તાપમાન વચ્ચે 16.1 ડિગ્રીનો તફાવત રહેતા નગરજનો ડબલ સિઝનનો અનુભવ કરે છે.

અન્ય સમાચારો પણ છે...