તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:માનસિક બિમારીથી કંટાળી જઈ યુવતીનો આપઘાત

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજાના સરતાનપર ગામે રહેતા પાયલબેન બુધાભાઈ ચુડાસમા (ઉ.વ.21)ને છેલ્લા ચારેક માસથી માથાનો દુ:ખાવો હોય તેમજ માનસિક અપસેટ રહેતા હોય જેની દવા ચાલુ હતી અને વધુ સારી સારવાર માટે લઈ જવાનું આયોજન કરાયું હતું. તે દરમ્યાન તેમણે આ બિમારીથી કંટાળી જઈ ગત તા. 22ના રોજ પોતાના ઘરે પરિવારનું સભ્ય કોઈ ના હતુ ત્યારે સાંજના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

યુવતીના પરિવારજનો શનિ-રવિ બાદ તેમને સારી સારવાર માટે ભાવનગર ખાતે ડોક્ટરને બતાવવા આવવાના હતા પરંતુ તે પહેલા જ યુવતીએ આ બિમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...