પુનઃ મિલન:પતિના ત્રાસથી કંટાળેલ બે પરિણીતાનું સખી વન સ્ટોપએ કરાવ્યુ પુનઃ મિલન

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાહન વ્યવહાર બંધ હોય તો ચાલીને ઘર છોડી ને નીકળ્યા
  • પતિ દારૂનું સેવન કરતાં હોય અને પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસથી કંટાળી ઘર છોડીને નીકળી ગયા હતા

હાલ કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લેવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલે છે ત્યારે ભારત સરકાર પુરસ્કૃત (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ,સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર પણ 24 કલાક સેવા આપી રહ્યું છે. તાજેતરમાં જ આવી કપરી પરિસ્થિતિમાં પતિના ત્રાસથી કંટાળી ત્રાસ મુક્ત થવા માટે ઘરેથી નીકળી ગયેલ બે પરણીતાની વ્હારે આવી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરણીતાને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું

તાજેતરમાં એક મહિલાને તેમના પતિ દારૂનું સેવન કરી વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા અને કશો કામ ધંધો કરતા ન હતા અને ઘરખર્ચ માટે પૈસા પણ આપતા ન હતા અને વારંવાર પિયર જતાં રહેવાનું કહેતા હતા પત્ની કંટાળી છુટાછેડાનો નિર્ણય કરી પતિના ત્રાસથી કહ્યા વિના ઘરેથી નીકળી ગયેલ અને લોકડાઉનના હિસાબે વાહન ન મળતા પીડિતા ૩૦ km ચાલીને ભાવનગર આવી ગયેલ. તેથી કોઈ પોલિસ કર્મી દ્વારા 181 ને જાણ કરેલ પરંતુ પ્રશ્નનું નિરાકરણ ન આવતા પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલવામાં તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પીડિતાની અરજી લઈ આશ્રય આપી તેને બાળક તેમજ ભવિષ્યનો વિચાર કરવા સમજાવેલ.

ત્યારબાદ પીડિતાના પતિનો સંપર્ક કરી પીડિતાના પતિનું ટેલીફોનીક કાઉન્સેલીંગ કરી સમજાવેલ તેમણે તેમની ભૂલ સ્વીકારેલ અને હવે પછી આવી ભૂલ નહી કરે અને પીડિતાને સારી રીતે રાખશે તેવું જણાવેલ તેથી પીડિતા પણ રાજીખુશીથી જવા માંગતા હોવાથી વન સ્ટોપ સેન્ટર દ્વારા વાહનની વ્યવસ્થા કરી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પીડિતાને સાથે લઈ જઈ તેમના ઘરે જઈ રૂબરૂમાં તેમના પતિને સોંપેલ.

બીજા કેસમાં પાલીતાણાની એક પરણીતાને તેમના પતિ દ્વારા દારૂનું સેવન કરી પરણીતાના ચારીત્ર ઉપર વહેમ શંકા કરી સતત શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી પરણીતા બાળકો સાથે તેમના પિયર જઈ આડોશી-પાડોશી પાસેથી માંગીને બાળકો તથા તેમનું ભરણપોષણ કરતા તેમ છતાં પતિ પિયર જઈ હેરાન કરતા. ત્રાસથી કંટાળી ઘરેથી કોઈ ને જાણ કર્યા વગર પાલીતાણા થી ભાવનગર ચાલતા નીકળી ગયા હતા. ત્યાર બાદ ભાવનગર મહિલા પોલિસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર મોકલવામાં આવેલ.

બાદ પીડિતાની વ્યથા સાંભળી મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ કાઉન્સેલિંગ કરી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવેલ. પરંતુ પીડિતા કાર્યવાહી કરવા માંગતા ન હતા અને તેમના પિયર જવા માંગતા હોવાથી પાલીતાણા ટાઉન પોલિસ સ્ટેશનની મદદથી માતા-પિતાનો સંપર્ક કરી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વાહનની વ્યવસ્થા કરી સાથે લઈ જઈ તેમના પિયર પાલીતાણા જઈ રૂબરૂમાં તેમના માતા-પિતા તેમજ બાળકો સાથે પુનઃ મિલન કરાવ્યુ હતું.

પીડિતા ફરિયાદ કઈ રીતે કરી શકે છે ? 
કોઈ પણ પરણીતાને પતિનો ત્રાસ હોય ટીએમ તે સખી વન સ્ટોપ સેન્ટર (સર ટી હોસ્પિ.), વિવિધલક્ષી મહિલા કેન્દ્ર (તાલુકામાં પણ છે), નવાપરા મહિલા પોલીસ સ્ટેશન, ઉપરાંત સી બોક્સ કરી ને ઓનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...