તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પતિના ત્રાસથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત વહોરી લેનાર યુવતીના પિતાની પોલીસમા ધા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડસલિયાના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પતિના સતત ત્રાસથી પત્નિએ મોત વહાલું કર્યું

ઘોઘા તાબેના ખડસલિયા ગામની પરિણીતાએ ગત તા.15/6ના રોજ પોતાની સાસરીમાં કોઈ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે હવે નવો જ વળાંક આવ્યો છે. પતિના શારિરીક અને માનસિક ત્રાસના કારણે પરિણિતાએ આપઘાત કર્યો હોવાનું યુવતી પિતાએ તેના જમાઈ પર સનસની ખેજ આરોપો લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભાવનગર તાલુકાના ખડસલીયા ગામે સાસરિયામાં રહેતા ભૂમિકાબેન રસિકભાઈ ડાભીના લગ્ન હજુ એકાદ વર્ષ પહેલાં જ તાપી જિલ્લાના કુકરમુંડાના પીસાવર ગામે તલાટી કમ મંત્રીની નોકરી કરતા રસિક વિનુભાઈ ડાભી સાથે થયા હતા. લગ્ન બાદ બંન્ને દંપત્તી તાપી જિલ્લાના કુકરમુડા ગામે રહેતા હતા અને કોઈ ધાર્મિક કામ માટે તેઓ વતનમાં આવ્યા ત્યારે પત્નિ ભુમિકાબેને ઘરે રૂમની છતની હૂક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે યુવતીના પિતાએ જમાઈ પર સનસનીખેજ આરોપ લગાવી ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પ્રમાણે પતિ રસિક તેણીને પિયર કે સગા-વ્હાલાને ત્યાં રોકાવા જવા દેતો ન હતો તેમજ તેનો ફોન પણ અવારનવાર ચેક કર્યા કરતો હતો. આમ વારંવારના શારિરીક માનસિક ત્રાસથી કંટાળી તેણીએ આજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

જે અંગેની ફરિયાદ ભાવનગર દેવરાજનગરમા રહેતા તેના પિતા રમણીકભાઈ હકાભાઇ મકવાણાએ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...