તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રૂ મેમ્બરોમાં ભયની લાગણી:અલંગ શિપયાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજ પર ભૂતનો ડર, આત્મહત્યા કરેલા મેમ્બરનું ભૂત દેખાતો હોવાનો દાવો

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જહાજ પર ક્રૂ મેમ્બરે આત્મહત્યા કરી લેતા અન્ય લોકોને તેનું ભૂત દેખાય છે
 • ફક્કાન પોર્ટ ખાતે પોસ્ટમોર્ટમ કરી ભુપેન્દ્રના મૃતદેહને ભારત મોકલાયો

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે આવતા જહાજ પર મેમ્બરે આત્મહત્યા કરી લેતા હવે જહાજ પરના અન્ય ક્રૂ મેમ્બરો સતત ભય તળે જીવી રહ્યા છે. ક્રૂ મેમ્બરોના મતે રાત્રિના સમયે તેઓને મૃતક ક્રૂ મેમ્બરનું ભૂત દેખાઈ રહ્યું છે.

ક્રૂ મેમ્બરે આત્મહત્યા કરી હતી
આસફાલ્ટ ટેન્કર સી પ્રિન્સેસ 12 ક્રૂ મેમ્બરો સાથે શારજાહથી અલંગ ખાતે આવી રહ્યું હતું. જહાજના વોયેજ દરમિયાન ભારતીય ક્રુ મેમ્બર ભુપેન્દ્રએ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય ક્રૂ મેમ્બરોને તેની જાણ થતા આ ક્રૂ મેમ્બરનો મૃતદેહ રૂમમાં રાખવામાં આવ્યો હતો. જહાજની માલીક કંપની દ્વારા મૃતક ક્રૂ મેમ્બરનો દેહ શારજાહના ફક્કાન પોર્ટ ખાતે ઉતારવામાં આવ્યો હતો અને ત્યાંથી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

મેમ્બરોને રાતે ભૂત દેખાતું હોવાનો દાવો
જહાજના ચીફ એન્જિનિયર સુશીલ કુમારના જણાવ્યા પ્રમાણે મૃતક ભુપેન્દ્ર રાત્રિના સમયે અમુક મેમ્બરોને દેખાઈ રહ્યો છે. આવી ઘટનાઓને કારણે જહાજ પર સામેલ અન્ય ક્રૂ મેમ્બરો માં ભયની લાગણી પ્રવર્તી રહી છે. રાત્રિના સમયે રડવાના અને ચીસો પાડવા ના અવાજ સંભળાઈ રહ્યો હોવાનો પણ ક્રૂ મેમ્બરો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો