સમસ્યા:ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નિકળવાની ભીતિ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટરના ગંદાં પાણી રોડપર અવિરતપણે વહી રહ્યાં છે
  • વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પૂર્વે ડ્રેનેજ પ્રશ્ન હલ કરવા લોક માંગ

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંધાતા પાણી રોડપર વહી રહ્યાં છે. પરીણામે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની શકયતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે.

આજકાલ વરસાદી માહોલને પગલે શહેરના અનેક વિસ્તારોમાં રૂટિન સાફસફાઈ સાથે ડ્રેનેજને લગતાં પ્રશ્નો લોકોની સમસ્યામાં વધારો કરી રહ્યાં છે. બીએમસીનું સોલીડવેસ્ટ વિભાગ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં ઉણુ ઉતર્યું છે. તંત્ર પાસે પુરતાં પ્રમાણમાં સફાઈ કર્મચારીઓ તથા જરૂરી સાધનોની સ્પષ્ટ પણે ઉણપ વર્તાઈ રહી છે અને તંત્રની બેદરકારીનું પરીણામ લોકોએ વેઠવું પડી રહ્યું છે.

સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અનેક વખત કરી છે ફરિયાદોભરતનગર વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા હિતેષભાઈએ જણાવ્યું હતું કે, જાહેર રોડ તથા શેરીઓમાં આવેલી ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં ગટરના ગંદા પાણી મેનહોલમાથી ઉભરાઈને રોડપર અવિરતપણે વહી રહ્યાં છે. એક તરફ ચોમાસામાં રોગચાળો ફેલાયો છે, ત્યારે તંત્રની ગંભીર બેદરકારીનું પાપ સ્થાનિકોએ ભોગવવું પડે એ હદે સ્થિતિ વણસી છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ જવાબદાર તંત્રને ફરિયાદો કરતાં તંત્રના કર્મચારીઓ ફક્ત સમસ્યાં નિહાળી જતાં રહ્યાં હતાં. આથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પૂર્વે ડ્રેનેજ પ્રશ્ન હલ કરવા લોક માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...