તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતની રાહ જોતું તંત્ર:તાઉ-તે વાવાઝોડા સમયે ગંગાજળિયા તળાવ ફરતે ધરાશયી થયેલા વીજપોલ દૂર ના કરાતા અકસ્માતનો ભય

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડામાં તૂટી પડેલ વીજપોલને હટાવવામાં આળસ કરતું PGVCL તંત્ર

ભાવનગર શહેરના વડવા વોશિંગઘાટ થી જશોનાથ સર્કલ તરફ જવાનાં રોડપર ગંગાજળિયા તળાવ ફરતે થોડા સમય પૂર્વે આવેલ તાઉ-તે વાવાઝોડા દરમિયાન વીજપોલ તથા ગ્રીલ ધરાશાયી થઈ હતી જે પીજીવીસીએલ દ્વારા આજદિન સુધી હટાવવામાં ન આવતા વાહન-ચાલકો, રાહદારીઓમાં તંત્ર સામે પ્રબળ રોષ ફેલાયો છે. જે ગંગાજળિયા તળાવ કરોડોના ખર્ચે બ્યુટીફીકેશન કરાયું છે ત્યારે જોવાનું રહ્યું કે હવે પીજીવીસીએલના વીજ પોલ કયારે હટશે.

શહેર-જિલ્લામાં પીજીવીસીએલ તંત્રની સેવાઓ કથળી છે તંત્ર ની સર્વિસ ને લઈને લોકો ના મનમાં અસંતોષ સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યો છે ત્યારે આ બેદરકાર તંત્ર ની અક્ષમ્ય બેદરકારી નો વધુ એક નમૂનો જોવા મળી રહ્યો છે, આળસુ તંત્ર એ આ મુદ્દે આજસુધી કોઈ જ તસ્દી લીધી નથી જેને પગલે લોકો માં રોષ વ્યાપ્યો છે.

તાઉ-તે વાવાઝોડા દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલ લોખંડના વીજપોલ- વીજપોલ રક્ષણ કરતી ગ્રીલ સહિતનો ભંગાર ઘણાં સમયથી રોડ તટે સડી રહ્યો છે આ ભંગાર ને પગલે વાહન ચાલકો રાહદારીઓ ને તકલીફ પડી રહી છે, ગંગાજળિયા તળાવથી જશોનાથ સર્કલ ફરતે ફુટપાટ પર વીજપોલ, ઝાડની ટાળીઓ, ગ્રીલ સહિતની પડલે દેખાઈ રહી છે.

પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર મેહુલ પંડયા એ જણાવ્યું હતું કે ગંગાજળિયા તળાવની બહાર રોડ પર તેમજ તેની ચાલવા માટેના ફૂટપાથ પર જે વીજપોલ પડ્યા છે તેમને એક જ દિવસમાં દૂર કરી હટાવી લેવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...