શહેરના જમનાકુંડ વિસ્તારમાં આંગણવાડીમાંથી પરત આવતા બાળક પર કોઈ અજાણ્યા શખ્સે એસિડ ફેંક્યું હોવાની ઘટના સામે આવ્યા બાદ આ જ્વલંતશિલ પદાર્થ એસિડ નહી પણ ફેવિક્વિક હોવાનું જણાતા, આ બનાવ ઉપજાવી કાઢેલો એસિડ હુમલો હોવાનું સામે આવ્યું હતું.
પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા રવિભાઈ વાઘેલાના 2 વર્ષનો પુત્ર મોક્ષિત તેની માતા કાજલબેન સાથે જમનાકુંડ વિસ્તારની આંગણવાડીએથી ઘરે પરત આવી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે બાળક પર જ્વલંતશીલ પ્રવાહી ફેંક્યું જેથી બાળકની ચામડી ઉખડવા બાળક પર એસિડ હુમલો થયો હોવાનું જણાવી પોલીસને જાણ કરવામાં આવતા શહેરની પોલીસ દોડતી થઈ હતી.
જે બાદ આ જ્વલંતશીલ પ્રવાહી એસિડ નહી પર ફેવિક્વિક હોવાનું સામે આવતા સમગ્ર બનાવ ઉપજાવી કાઢેલો અને વ્યક્તિગત વાંધાને લીધે ફેવિક્વિક ફેંકી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, બાળકની ચામડી ઉખડવા લાગતા એસિડ લાગત ગભરાટમાં આવું થયું હતું. આ બનાવથી બી ડિવિઝન, સી ડિવિઝન અને એલસીબી દોડતી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.